WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, October 14, 2021

અમીરગઢ તાલુકા મહાદેવિયા, અજાપુરમોટા, જાંબુપાણી માટે કુક કમ હેલ્પરની જગ્યા માટે તા.૧૬ ઓકટોબર સુધી અરજી કરી શકાશે

 


અમીરગઢ તાલુકા મહાદેવિયા, અજાપુરમોટા, જાંબુપાણી માટે 

કુક કમ હેલ્પરની જગ્યા માટે તા.૧૬ ઓકટોબર સુધી અરજી કરી શકાશે

અરૂણોદય ન્યૂઝ 

           વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ સત્ર માટે અમીરગઢ તાલુકાના (૧) મહાદેવિયા (ઉ) પ્રાથમિક શાળા- કુક-કમ હેલ્પરની સંખ્યા-૧, હેલ્પરની સંખ્યા-૧ (૨) અજાપુરમોટા–૨ પ્રાથમિક શાળા- કુક-કમ હેલ્પરની સંખ્યા-૧, હેલ્પરની સંખ્યા-૧ (૩) જાંબુપાણી પ્રાથમિક શાળામાં મ.ભો.યો.કેન્દ્ર- કુક-કમ હેલ્પરની સંખ્યા-૧, હેલ્પરની સંખ્યા-૧  આ માટે ઉપર વ્યવસ્થાપકની ફરજ બજાવવા કુક-કમ હેલ્પર માટે સરકારશ્રીએ નિયત કરેલ ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે તદન હંગામી ધોરણે નિયુક્તિ કરવાની હોઇ ઉમેદવારો પાસે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. 

           ઉમેદવારોએ તેમની અરજી સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જાતિ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ, પોલીસ વેરીફીકેશન સર્ટી, તબીબી પ્રમાણપત્ર વગેરેના પ્રમાણપ્રત્રોની ખરી નકલો સામેલ કરી મોડામાં મોડા તા.૧૬/૧૦/૨૦૨૧ સુધીમાં મામલતદાર કચેરી, અમીરગઢ મુકામે મળે તે રીતે ટપાલથી અથવા રૂબરૂમાં રજુ કરી શકાશે. નિયત નમુના સિવાયની તેમજ મુદત બહાર આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

           જેમાં ઉમેદવારની લાયકાતમાં (૧) ઉમેદવાર ઓછામાં ઓછુ એસ.એસ.સી. પાસ અગર તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. જે તે કેન્દ્ર માટે આવા ઉમેદવાર મળી ન શકે તો અગર ઉપલબ્ધ ન હોય તો ઓછામાં ઓછા ધોરણ-૭ પાસ વ્યકિત પસંદ કરવા વિચારવામાં આવશે. સરકારશ્રીના પરિપત્ર તા.૧૬-૫-૨૦૦૫ અન્વયે ગ્રામીણ મહિલાઓ અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિ ઉમેદવારો તેમજ ગ્રામિણ ગરીબ વિધવાઓ તેમજ ત્યક્તા બહેનોને અરજી કરવાની રહેશે. ગામડાની વિધવા, ત્યક્તા, નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળા વર્ગની વ્યકિતઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોમાંથી અરજીઓ કરવાની રહેશે. વય મર્યાદામાં (૧) તા.૦૪-૧૦-૨૦૨૧ ના રોજ વ્યવસ્થાપક માટે ના ઉમેદવારની ઉંમર ૨૦ થી ૬૦ વર્ષની હોવી જોઇએ. (૨) કમિશ્નરશ્રી મ.ભો.યો.ગુ.રા.ગાંધીનગુરના તા.૨૭-૫-૨૦૦૪ ના પત્રના મુદ્દા નં. ૫ માં જણાવેલ વિગતો મુજબ વિધવા, ત્યક્તા અને નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળા વર્ગની વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા સ્થાનિક લોકોના પ્રત્યે અગ્રતા આપવાની રહેશે તેમજ જુના અને અનુભવી વ્યવસ્થાપકો કે જેઓ અગાઉ કોઈ ગેરરીતિ કે ઉચાપત કચેરી તરફથી અપાતી સુચનાઓ મુજબ અનાદર કરેલ હશે અને તેઓને ઉમેદવારી ક૨શે તો નિમણુંક આપવામાં આવશે નહીં. ઉમેદવારોને રૂબરૂ ઈન્ટરવ્યું માટેની તારીખ હવે પછી ક૨વામાં આવશે. ઈન્ટરવ્યુમાં ઉમેદવાર અસલ પ્રમાણપત્રો સાથે નકકી કરેલ તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમ મામલદારશ્રી અમીરગઢએ અખબારી યાદીમાં જણાવ્યું છે.



No comments:

Post a Comment

Total Pageviews