WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, October 14, 2021

પાલનપુર- કરજોડા ફાટકનો આબુરોડથી અંબાજી આવવા જવા રસ્તાનું ડાયવર્ઝન અપવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ .


 પાલનપુર- કરજોડા ફાટકનો આબુરોડથી અંબાજી આવવા જવા રસ્તાનું

ડાયવર્ઝન અપવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ

અરૂણોદય ન્યૂઝ.

           એકઝીક્યુટીવ એન્જિનિયરશ્રી, નેશનલ હાઈવે ડીવીઝન, અમદાવાદના તા.૨૨/૦૯/૨૦૨૧ના પત્રથી કરજોડા- પાલનપુર એલ.સી.૧૬૫ ઉપર રેલ્વે ઓવરબ્રીજની કામગીરી માટે ક્રોસીંગનો રૂટ ડાઈવર્ટ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરી છે. 

            શ્રી આનંદ પટેલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ કરજોડા પાલનપુર એલ.સી.૧૬૫ ઉપર રેલ્વે ઓવરબ્રીજની કામગીરી કરવાની હોવાથી તા.૦૪/૧૦/૨૦૨૧ થી તા.૦૨/૧૨/૨૦૨૧ (બંને દિવસો સહિત) સુધી વાહન વ્યવહાર નીચે જણાવેલ રસ્તા પર ડાયવર્ટ કરવા ફરમાવ્યો છે. પાલનપુર-કરજોડા ફાટક (એલ.સી.૧૬૫) નાના વાહનો માટે આબુરોડથી અંબાજી આવવા-જવા માટે હયાત રસ્તો:-આબુરોડ- આર.ટી.ઓ.સર્કલ-અંબાજી હાઈવે ડાયવર્ઝન આપેલ રસ્તા:- આબુરોડ- આર.ટી.ઓ.સર્કલ- માનસરોવર રેલ્વે ઓવરબ્રીજ- હરીપુરા પાયોનિયર ડેરી રોડ-અંબાજી હાઈવે, પાલનપુર-કરજોડા ફાટક (એલ.સી.૧૬૫) ભારે વાહનો માટે આબુરોડથી અંબાજી આવવા-જવા માટે હયાત રસ્તો:- આબુરોડ- આર.ટી.ઓ.સર્કલ - અંબાજી હાઈવે, ડાયવર્ઝન આપેલ રસ્તોઃ- આબુરોડ-આર.ટી.ઓ.સર્કલ-એરોમા સર્કલ- અમદાવાદ હાઇવે જગાણા ઓવરબ્રીજ-લાલાવાડા-રતનપુર-અંબાજી હાઈવે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને ને પાત્ર ઠરશે.

No comments:

Post a Comment

Total Pageviews