અમદાવાદ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું 25 નવેમ્બરે આયોજન
અરજદારોને 15 નવેમ્બર સુધીમાં પ્રશ્નો- ફરિયાદો
મોકલી આપવા અનુરોધ
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અમદાવાદ જિલ્લાની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25 નવેમ્બર,2021ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રએ અરજદારોને તેમના પ્રશ્નો-ફરિયાદો 15 નવેમ્બર, 2021 સુધીમાં જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવાનો અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે લોકસુખાકારીમાં વૃદ્ધિ માટે તેમ જ લોક ફરિયાદોના સમયસર નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
 




 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment