ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર માટે પસંદગીના નંબરો
મેળવવા તા.૩૦ નવેમ્બર-૨૦૨૧ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
અરૂણોદય ન્યૂઝ.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલરની ગોલ્ડન અને સિલ્વર નંબર સિરીઝ પેન્ડીંગ રહેલ અને હરાજીમાં ન ફાળવેલ હોય તેવા જિલ્લાના જી.જે. ૮ સીરીઝમાં ૦૦૦૧ થી ૯૯૯૯ સુધી ગોલ્ડન અને સિલ્વર નંબરોની ફાળવણી ઇ-ઓક્શનથી કરવાની હોઈ જે માટે પસંદગીના નંબર માટે ઇચ્છા ધરાવતા માલિકોએ તા.૨૭/૧૧/૨૦૨૧થી તા.૩૦/૧૦/૨૦૨૧ સુધી ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૨/૧૨/૨૦૨૧ના રોજ ઓનલાઈન બિડીંગ કરવાનું રહેશે. ત્યારબાદ તા.૦૩/૧૨/૨૦૨૧ બિડીંગ ઓપન કરી નંબરની ફાળવણી કરવામાં આવશે. તો ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન દિવસ સાતમાં કરાવી ઓનલાઈન http://parivahan/gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. તેમજ વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસ અંદરના જ અરજદારાએ હરાજીમાં ભાગ લેવો સમય બહારની અરજી રદ કરવામાં આવશે.
 




 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment