WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, November 16, 2021

બનાસકાંઠા ના દિયોદર માંથી અનાજ કોભાંડ ઝડપાયું

 


બનાસકાંઠામાં વધુ એક વાર અનાજ કૌભાંડ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. દિયોદર જીઆઇડીસીમાં ખાનગી ગોડાઉનમાંથી રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થો પુરવઠા વિભાગે ઝડપી પાડયો છે. સરકારી અનાજના જથ્થા અને ટ્રક સાથે કુલ 8.64 લાખનો મુદામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગરીબોને તેમજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતા રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થાનો મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે.

થોડા સમય અગાઉ પાલનપુરના સરકારી ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો ઘઉ અને ચોખાનો જથ્થો બારોબાર વેચવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર અને સુપરવાઇઝર ની પોલીસે ધરપકડ કરી છે. તે દરમિયાન ગત મોડી રાત્રે દિયોદર જીઆઇડીસીમાં ખાનગી ગોડાઉનમાં રેશનીંગના ઘઉ અને ચોખાનો જથ્થો પડયો હોવાની બાતમી જિલ્લા પુરવઠા અધિકારી ઓને મળતા ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

જીઆઇડીસીના પ્લોટ ન. 50 માં આવેલ ખાનગી ગોડાઉનમાં સસ્તા અનાજની દુકાનના ઘઉં અને ચોખાના 696 જેટલા કટ્ટઆ મળી આવ્યા હતા. તેમજ આ જથ્થા અંગેના ગોડાઉન સંચાલક પાસે કોઈજ આધાર પુરાવા ન હોઈ પુરવઠાની ટીમે ટ્રક સહિત 8.64 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કર્યો હતો. રેશનીંગ નો જથ્થો લાખણી ખાતેના સરકારી ગોડાઉનમાંથી દિયોદર જીઆઇડીસીમાં પહોંચ્યો હોવાનું અનુમાન છે.

આ અંગે દિયોદર પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી પાલનપુરને ટેલિફોનિક સૂચના મળેલી કે દિયોદર ખાતે GIDC પ્લોટ નંબર-50માં બિન અધિકૃત રીતે ઘઉનો જથ્થો પડેલો છે. આ બાતમી મળતા તપાસ માટે સૂચના આપવામાં આવી હતી. બાદમાં અમારી ટીમ અને મામલતદાર સાહેબ અને પોલીસને સાથે રાખી ગોડાઉનની તપાસ કરી હતી.

તપાસમાં સમયે ઘઉં તથા ચોખાનો જથ્થો મળી આવતા જે જથ્થાની ખરીદી અંગેના બીલો માંગતા બીલો રજૂ ન કરતાં હોવાથી ઘઉંના કટ્ટા 318 જેની કિંમત 3 લાખ 18 હજાર અને ચોખાના કટ્ટા 378 જેની કિંમત 3 લાખ 96 હજાર તથા ગોડાઉન એક ટ્રક અંદર પડેલું હતું. જેની કિંમત 1 લાખ 50 હજાર. આમ કુલ 8 લાખ 64 હજાર 900 કિંમત માલ તથા ટ્રક સીઝ કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુરવઠાના અનાજ બારોબાર વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાંથી ચોથી વખત અનાજ કૌભાંડ ઝડપાયું છે. જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પુરવઠા વિભાગની રહેમનજર હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.


No comments:

Post a Comment

Total Pageviews