રાષ્ટ્રના વિકાસ અને સમાજ સેવામાં યોગદાન આપનાર
યુવાનોને નેશનલ યુથ એવોર્ડ એનાયત કરાશે
અરૂણોદય ન્યૂઝ.
બનાસકાંઠા જિલ્લાના યુવક યુવતીઓને જણાવાયું છે કે, રાષ્ટ્રના વિકાસમાં, સમાજ સેવામાં, યુવાઓ માટેની પ્રવૃતિઓ, શોધ અને સંશોધન, સાંસ્કૃત્તિક વારસો, માનવાધિકારના પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધી, જાગૃત નાગરિકતા, સામુદાયિક સેવા, રમતગમત અને શૈક્ષણિક શ્રેષ્ઠતા તથા સ્માર્ટ લર્નિગ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓને પ્રતિ વર્ષ નેશનલ યુથ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા નેશનલ યુથ એવોર્ડ ૨૦૧૯-૨૦ માટેના નામાંકન તા.૦૫/૧૧/૨૦૨૧ થી ૧૯/૧૧/૨૦૨૧ સુધીમાં https://innovate.mygov.in/national-youth-award-2020/ ઉપર મંગાવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમય મર્યાદામાં ઉક્ત વેબ પોર્ટલ ઉપર બારોબાર પોતાની અરજીઓ મોકલી આપવા જણાવવામાં આવે છે. તેમ બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ એન. સોનીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.




No comments:
Post a Comment