ધ્રાંગધ્રા બાયપાસ પાસેના ગોડાઉનમાંથી બિલ વગરનો ઘઉં , ચોખાનો જથ્થો ઝડપાયો અનાજ , ટ્રક સહિત કુલ ૨૩ લાખનો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ
ધ્રાંગધ્રા કલ્પના બાયપાસ પાસેના ગોડાઉનમાં શંકાસ્પદ ગેરકાયદેસર અનાજનો જથ્થો સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે રેડ કરી તપાસ કરતા ઘઉં , ચોખા , ટ્રક અને રીક્ષા સહિત ૨૩ લાખનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે . પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે નજીક કલ્પના ચોકડી પાસે ગાયત્રી પાર્ક સોસાયટીના ગેરકાયદેસર ગોડાઉનમાં અનાજનો જથ્થો સંગ્રહ કર્યાની તાલુકા પી.આઇ. યુ.એન. વાઘેલાને બાતમી મળતા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાના
માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.કે.જાડેજા સહિતની ટીમે રેડ કરી હતી . રેડ દરમિયાન પોલીસે ૪૧૫ કટ્ટા ઘઉં સહિત રૂપિયા ૭,૭૭,૧૦૦ , ૨૫૪ કટ્ટા ચોખા કિમત રૂપિયા ૨,૯૪,૪૦૦,૧૨ લાખ રૂપિયાનો ટ્રક અને પચાસ હજારની રિક્ષા મળી કુલ ૨૩ લાખ રૂપીયાનો શંકાસ્પદ બિલ વગરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે . ગોડાઉન ભાડે રાખનાર અફઝલ ઇબ્રાહીમભાઇ હાજર મળી ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે . આ ઘઉં , ચોખા હાલ સરકારી ગોડાઉનના હોવાનુ જણાતુ નથી . જેથી બીલ વગરનો અનાજનો જથ્થો કયાંથી કોની પાસેથી લાવ્યા એની પણ તપાસ શરૂ કરી દેવાઇ છે .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment