દિવાળીના તહેવારો નિમિતે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફોડવા પર નિયંત્રણને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ
અરૂણોદય ન્યૂઝ
નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન તા.૨૩/૧૦/૨૦૧૮ ના જજમેન્ટથી દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક, હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. જે આદેશ મુજબ સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૧થી માર્ગદર્શક સુચનાઓ બહાર પાડેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ સને-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અને કલમ-૩૩ (૧) (યુ) થી મળેલ સત્તાની રૂએ બનાસડાંઠા જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે.
નામદાર સુપ્રિમ કોર્ટ ધ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામા આવેલ છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ ધ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ હોઈ તેનુ ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહી. ભારે ઘોઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનુ પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series Cracker or Laris) પર સુપ્રિમ કોર્ટ ધ્વારા પ્રતિબંધ મુકવામા આવેલ હોઈ તેને રાખી કે ફોડી શકાશે નહીં તથા તેનું વેચાણ કરી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ ધ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૨૮ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટ પ્રતિબંધ મુકેલ હોઈ તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નુતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. લોકોને અગવડ ઉભી ન થાય, કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લાના પેટ્રોલ પંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.
આ જાહેરનામું તા.૩૧/૧૦/૨૦૨૧ થી તા.૧૯/૧૧/૨૦૨૧ (બંને દિવસો સહિત અને તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ (બંને દિવસ સહિત) સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લા મહેસુલ વિસ્તારમાં અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.




No comments:
Post a Comment