બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે નાયબ નિયામક તરીકે શ્રી આઈ એમ ઠાકોર સાહેબ .
અરૂણોદય ન્યૂઝ.
બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ શ્રી આઇ.એમ.ઠાકોરે સંભાળી લીધો છે. તાજેતરમાં માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માહિતી ખાતાના ૬ જેટલાં અધિકારીઓને વર્ગ-૨ માંથી વર્ગ-૧માં બઢતી આપતાં સહાયક માહિતી નિયામક તરીકે ગાંધીનગર માહિતી નિયામકશ્રીની કચેરીની પ્રકાશન શાખામાં ફરજ બજાવતાં શ્રી આઇ.એમ.ઠાકોરને પાલનપુર જિલ્લા માહિતી કચેરી ખાતે બઢતી મળતાં તેઓએ ચાર્જ સંભાળી લીધો છે. માહિતી ખાતામાં છેલ્લા ૩૭ વર્ષથી સેવા આપતાં સરળ અને મિલનસાર સ્વભાવના શ્રી ઠાકોરની બઢતીથી તેમના સાથી અધિકારીઓ, કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.




No comments:
Post a Comment