કોંગ્રેસમાં એક નેતા બોલીને ‘ પૂરું ’ કરે છે , બીજા નેતાએ ‘ ન બોલવામાં નવ ગુણ'ની નીતિ અપનાવી.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે બરાબર એક વર્ષ બાકી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ગાડી તમામ ૧૮૨ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ‘ ટોપ ગિયર’માં દોડી રહી છે તો બીજીતરફ કોંગ્રેસની ગાડી ‘ પાટે ’ ચડતી હોય તેવું જણાતું નથી . પેટા ચૂંટણીઓ અને તાલુકા , જિલ્લા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના કરૂણ રકાસ પછી રાજીનામાં ધરી દેનારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પરાજય માટે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાં આપી દેવાની પરંપરા જાળવી છે . આ ઘટનાને છએક મહિના જેટલો સમય વીતી જવા આવ્યો છે અને નવા નેતા આવે છેઆવે છેની અટકળો વચ્ચે એકાદ બે કાર્યક્રમનો બાદ કરતા કોંગ્રેસની રાજકીય પ્રવૃત્તિ જાણે સ્થગિત થઈ ગઈ હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે . પક્ષની આ હાલત અંગે પ્રદેશના નેતા કેટલાક કારણો રજૂ કરતા કહે છે કે , એક નેતા બોલીને પૂરું કરે છે , તો બીજા નેતાએ ‘ ન બોલવામાં નવ ગુણ ’ જેવી નીતિ અપનાવી છે ! આમાં અમારે શું કરવું ? ગુજરાતમાં પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્ય પ્રધાન ડો . રઘુ શર્માને જવાબદારી સોંપવામાં આવી ત્યારથી જ રાજસ્થાન સરકારમાંથી રાજીનામું અપાવીને સંપૂર્ણ રીતે ગુજરાતના સંગઠન પર ધ્યાન કેન્દ્રીત કરવાની અટકળો સાચી પડી છે અને તેમણે ગુજરાતમાં રોકાણ વધાર્યું છે , પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે , પ્રદેશના નેતાઓ હજુ પણ મહત્વના હોદ્દા માટે પોતાના અથવા પોતાના માનીતાને ‘ ગોઠવવા’ની ફીરાકમાં વ્યસ્ત છે . શહેરના એક નેતા કહે છે કે , કોઈ ગમે તે કહે , આગામી દિવસોમાં યોજનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રદેશના નેતાઓનું ‘ પાણી મપાઈ ' જશે.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment