પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ
અને નૂતન વર્ષાભિનંદન સમારોહ યોજાયો
સમગ્ર ગુજરાતને યોગમય બનાવી આપણે રોગમુક્ત
જીવનશૈલી અપનાવીએઃ ચેરમેન- યોગસેવકશ્રી શીશપાલજી
અરૂણોદય ન્યૂઝ.
પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને નૂતન વર્ષાભિનંદન સમારોહ યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવકશ્રી શીશપાલજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન- યોગસેવકશ્રી શીશપાલજીએ યોગ સંવાદ તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, વિશ્વમાં યોગને સન્માન મળે તે માટે આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગમય વાતાવરણ ઉભુ કર્યું છે ત્યારે આપણે આપણા જિલ્લાને રોગમુક્ત બનાવવા યોગમય જીવનશૈલી અપનાવીએ. યોગસેવકશ્રીએ કહ્યું કે, રોજ વહેલી સવારે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને શક્તિ મળે છે અને સમગ્ર દિવસ દરમ્યાન સ્ફૂર્તિ જણાય છે. તેમણે કહ્યું કે, જીવનમાં કોઈપણ કામ કરો જેમાં પુરુષાર્થનું ખુબ મહત્વ છે એટલે જ જીવનમાં યોગરૂપી પુરુષાર્થ કરી જીવનના શારીરીક અને માનસિક રોગોમાંથી મુક્તિ મેળવીએ. સમગ્ર ગુજરાતને યોગમય બનાવવા પર ભાર મુકતા તેમણે જણાવ્યું કે, યોગથી સંસ્કૃતિ, શક્તિ અને સ્વાસ્થ્યનું વાતાવરણ ઉભું થાય છે. જે વ્યકિત નિયમિત યોગ કરે છે તે રોગમુક્ત જીવન જીવી શકે છે.
યોગ સંવાદ કાર્યક્રમ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી પરબતભાઈ પટેલે જીવનમાં યોગનું મહત્વ અને તેના ફાયદા વિશે જણાવતા કહ્યું હતું કે, યોગથી શારીરીક ઉર્જા મળે છે તથા માનસિક તણાવને ઘટાડવામાં યોગ ખૂબ જ ઉપયોગી છે. સાસંદશ્રીએ જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ યોગને મહત્વ આપી સમગ્ર વિશ્વને યોગમય બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં લોકોમાં ડાયાબિટીસ, બી.પી., માનસિક તાણ જેવા અનેક રોગોનો સામાનો કરી રહ્યા છે તેને યોગના માધ્યમથી દૂર કરી શકાય છે. સાસંદશ્રીએ જિલ્લાના યોગ ટ્રનરોને અપીલ કરતા કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના જન જન સુધી યોગ પહોંચાડી યોગમય વાતાવરણ બની રહે તેવા પ્રયાસો કરવા અને લોકોને નિરોગી જીવનનો સંકલ્પ લેવા તેમણે જણાવ્યું હતું
.
આ પ્રસંગે યોગસેવકો દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમજ યોગના મેસેજ લોકો સુધી પહોંચે તે થીમ ઉપર યોગમય ગુજરાત નાટક બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
આ યોગ સંવાદ કાર્યક્રમમાં ધારસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઈ ચૌધરી, પાલનપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ અને શ્રીમતી રેખાબેન ખાણેશા, મહંતશ્રી દયાલપુરી મહારાજ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશભાઈ સોની તેમજ જિલ્લાના યોગ સેવકો, ટ્રેનેરો અને કોચશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




No comments:
Post a Comment