ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા ના ચીફ ઓફિસર અને પ્રમુખે કાયદેસર ઢોરના ડબ્બા નો કબજો મેળવી સીલ માર્યોે.
શહેરમાં રખડતા ઢોરના આતંગ સામે પગલાં ભર્યા : ગેરકાયદેસર કબજો જમાવતા ઇસમોને વિનંતી સાથે ફોજદારી પગલાં ભરવાની ચિમકી ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા એ આપી ગેરકાયદેસર કામ કરતાં નાગરિકોમાં ફફડાટ
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન ભાવેશકુમાર નો સપાટો શહેરમાં ઢોર પુરવાના ડબ્બાનો ગેરકાયદેસર કબજો કરેલ ડબ્બોને કબજે લઇ સીલ માર્યા હતા. અને ગેરકાયદેસર કબ્જો જમાવનાર ઇસમોને ફોજદારી કરવા સુધીની ચીમકી પણ આપી હતી
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા અને પ્રમુખ ભાવનાબેન ભાવેશકુમાર રામી દ્વારા શહેરના ખાનપુરી ભગોળ વિસ્તારમાં ઢોર પુરવાના ડબ્બાનો ગેરકાયદેસર કબજો ખાલી કરાવી ડબ્બાને સીલ માર્યા હતા
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક વધી જવા ની ફરિયાદો ઉઠવા પામી હતી એક મહિલાને ઢોરે ગોથે ચડાવ્યા તે ને લઈ ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો હતો સદરુહ ફરિયાદોના પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણત્રા અને પ્રમુખ ભાવનાબેન ભાવેશકુમાર રામી દ્વારા શહેરમાં નીત માહિતી મેળવવા રાઉન્ડમાં નિકળ્યા હતા તેવા સમયે ખાનપુરી ભાગોળ વિસ્તારના ઢોર પુરવાના ડબ્બા ને કોઈ ઈસમ દ્વારા ગેરકાયદેસર કબજો કર્યો હતો જેનો ગેરકાયદેસર કબજો ખાલી કરાવી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ કે ઢોર ડબ્બા ને સીલ માર્યા હતા જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણત્રાએ કાયદેસર જમાવટ કરતા ઈસમોને વિનંતી કરતા ચીમકી આપી હતી કે આવું કૃત્ય કરનાર ઈસમો સામે ફોજદારી સુધીના પગલા ભરાશે ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા ના પગલે ગેરકાયદેસર કામ કરતા ઈસમો માં ફફડાટ વ્યાપી ગયો છે અને જણાવ્યું હતું કે તો ડબ્બાનો ગેરકાયદેસર કબ્જો જમાવનાર ઇસમ સામે પગલાં ભરાશે
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment