પતંજલિ સંશોધન સંસ્થાએ ભારતીય ઔષધિ ‘ ચ્યવનપ્રાશ’ના ગૂઢ રહસ્યને વૈજ્ઞાનિક માનદંડો સાથે વ્યાખ્યાયિત કર્યો.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
સંસ્થા રોજ નવીન સંશોધન કરી આયુર્વેદના ગૌરવને પુનસ્થાપિત કરશે તેમ આચાર્ય બાલકૃષ્ણ મહારાજે કહ્યું છે . ચ્યવનપ્રાશ આપણી પ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરમાં ઇન્ફ્લેમેશન પેદા કરનાર સાઇટોકાઇન્સને નિયંત્રણમાં રાખે છે તેમ ડૉ . અનુરાગ વાર્શેયે કહ્યું છે . સંસ્થાની કોરોનિલ , લિપિડોમ , મધુગ્નિટ , થાયરોગ્નિટ , પીડાનિલ ગોલ્ડ , ઓર્થોગિટ વગેરે ઔષધિઓનો લાભ આજે ઘણા લોકો લઈ રહ્યા છે . આ સાથે સંસ્થાએ ચ્યવનપ્રાશને વૈજ્ઞાનિક માનદંડો પર સાબિત કરી તેને વિશ્વપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય જર્નલ , ફ્રન્ટિયર્સ ઇન ફાર્માકોલોજીમાં પ્રકાશિત કરવામાં આવેલ છે . ચ્યવનપ્રાશ પરના સંશોધનથી જાણવા મળ્યું કે તે આપણા શરીરને તાવ , ખાંસી અને શરદી સામે લડવામાં મદદ કરે છે અને આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે . આમ , પતંજલિ સંશોધન સંસ્થાએ ભારતીય પ્રાચીન વિદ્યાને પ્રામાણિકતા અને વૈજ્ઞાનિક માપદંડો સાથે રજૂ કરી આપણા ગૌરવાન્વિત આયુર્વેદિક ઈતિહાસને પુનર્જીવિત કરવાનું ઉમદા કાર્ય કર્યું છે .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment