બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકાના વેજલકા ગ્રામ પંચાયત સમરસ બની : મહિલાઓ ગામનું સુકાન સંભાળશે.
દેવગાણા , ચંદરવા , બુબાવાવ ગામને પણ સમરસ બનાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
રાણપુરના અંતરિયાળ એવા વેજલકા ગામમાં ગામજનો અને સ્થાનિક આગેવાનો સહકારથી સંપૂર્ણ મહિલા સમરસ બોડી બનતા ગામજનોમાં આનંદ છવાયો છે . સરપંચ દ્વારા ઘરકામની સાથે ગામનું પ વિકાસ અને પાયાની સુવિધાઓ વધારવાની ખેવના કરાઈ છે .
રાણપુર 3000 ની ટીમ આસપાસની વસ્તી ધરાવતા એવા વેજલકામાં સરપંચ તરીકે રેખાબેન લખુભાઇ ખાચર ( ઉ.વ ૫૧ ) અને સભ્યોની મહિલાઓનું નામ જાહેર કરાતાં હવે તેઓ ધરકામની સાથે ગામનો પણ વિકાસ કરશે . આ ઉપરાંત તાલુકાના ૪ ગામો વેજલકા , ચંદરવા , દેવગાણા , બુબાવાવ , સમરસ થઇ છે જેમાં ચંદરવા ગામની વસ્તી અંદાજે ૩૦૦૦ આસપાસની છે તેના સરપંચ તરીકે સરોજબા રણજીતસિંહ પરમાર ( ઉ.વ .૪૫ ) વર્ષીય મહિલા આ ગામ નું સુકાન સંભાળી વિકાસની ગતિને વેગ આપો અને દેવગાણા ગામની વસ્તી અંદાજે ૨૫૦૦ આસપાસની છે . તેનું સુકાન મહિલા સરપંચ તરીકે શિલ્પાબા ઇન્દ્રસિંહ ચુડાસમા ( ઉ.વ ૪૨ ) સંભાળશે અને વિકાસની નવો આયામ આપશે ગામના જ્યારે સમરસ થયેલ બુખાવાવ ગ્રામ પંચાયતની સનીલીયોન અંદાજે ૩૨૦૦ ની વસ્તી ના સરપંચ તરીકે નારાયણભાઈ લવજીભાઈ ઓળકિયા ( ઉ.વ ૪૬ ) ચાર્જ સંભાળશે તથા ગામના વિકાસને વેગ આપશે .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment