આજે સોમવારે ચકાસણી , મંગળવારે ઉમેદવારી પરત ખેંચી શકાશે અમદાવાદ જીલ્લા ના ૪૧૦ ગામોની ચૂંટણીમાં ૮,૫૩૯ ઉમેદવારી પત્ર ભરાયા.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
અમદાવાદ જિલ્લાના ૪૧૦ ગામમાં તા .૧૯ ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે . આજે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ સુધીમાં સરપંચ પદ માટે કુલ ૧,૯૫૬ અને સભ્યપદ માટે કુલ ૬,૫૮૩ ઉમેદવારોએ ઉમેરવારી પત્રો ભર્યા હતા . સોમવારે ચકાસણી થશે , તા .૭ ડિસેમ્બરને મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ છે . ત્યાર બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા છે . ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સધીમાં સરપંચપદ માટે ૧,૯૫૬ , સભ્યપદ માટે ૬,૫૮૩ ફોર્મ ભરાયા
ગ્રામ પંચયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે શનિવારે મામલતદાર કચેરીઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા હતા . શનિવારે અંતિમ દિવસે સરપંચ પદ માટે કુલ ૫૭૪ અને સભ્યપદ માટે ૨,૫૧૬ ઉમેદવારી પત્ર ભરાયા હતા . ધોળકા તાલુકાના ૬૨ ગામ માટે આજે સૌથી વધુ ૧૧૫ ફોર્મ સરપંચપદ માટે અને ૪૫૫ ઉમેદવારી ફોર્મ સભ્યપદ માટે ભરાયા હતા . જિલ્લાના ૪૧૦ ગામોમાં સરપંચ પદની ૪૧૦ જગ્યા માટે કુલ ૧,૯૫૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે . જ્યારે સભ્યપદની આશરે ૩,૫૭૪ જેટલી જગ્યા માટે ૬,૫૮૩ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી છે . હાલ ગામડાઓમાં ભારે ચૂંટણી માહોલ જામ્યો છે . રસાકસી થઇ રહી છે . કેટલાક ગામ સમરસ થવાની પણ સંભાવના છે . આગામી તા .૭ ડિસેમ્બરે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણીચિત્ર સ્પષ્ટ થઇ જશે .
ગ્રામપંચાયતની ચુંટણીમાં કેટલા ઉમેદવારી પત્ર ભરાયા ?
તાલુકો ગામ સરપંચ સભ્ય
ધોળકા ૬૨ ૩૨૭ ૯૩૩
ધંધૂકા ૩૫ ૧૩૨ ૪૮૪
બાવળા ૪૭ ૨૩૨ ૮૬૨
સાણંદ ૬૪ ૨૯૫ ૯૮૪
વિરમગામ ૫૩ ૨૧૯ ૮૨૦
દસક્રોઇ ૬૧ ૩૩૮ ૧૨૧૦
દેત્રોજ ૩૩ ૧૩૮ ૩૮૮
ધોલેરા ૨૨ ૭૬ ૩૧૩
માંડલ ૩૩ ૧૯૯ ૫૮૮
કુલ ૪૧૦ ૧૯૫૬ ૬૫૮૩
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment