*વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-VGGSના પૂર્વાધે સમિટ પહેલાં સુચિત રોકાણોના વધુ ૩૭ MOU થયા*
...........
*પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે MOUની દર સોમવારે યોજાતી શૃંખલાની ચોથી કડી પૂર્ણ*
.......
-: *મુખ્યમંત્રીશ્રી-ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MOU સંપન્ન* :-
.............
*અત્યાર સુધીમાં પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અંતર્ગત ૮૧ જેટલા MOU થયા*,
......
*ચોથી કડીમાં થયેલા MOUમાં એજ્યુકેશન-સોશિયલ સેક્ટર માટે પાંચ સ્ટ્રેટેજિક MOUનો સમાવેશ*
............
*ઉદ્યોગકારો-રોકાણકારોને રાજ્ય સરકાર યોગ્ય મદદ સહાય કરશે*:*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
.....
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતા સાથે આગામી જાન્યુઆરી-ર૦રરમાં આ સમિટની ૧૦મી એડીશન યોજાવા જઇ રહી છે.
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની વૈશ્વિક ગાથાને વધુ તેજ ગતિએ આ સમિટ આગળ ધપાવશે.
ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાયબ્રન્ટ સમિટની ૧૦મી શૃંખલાના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં આ સોમવારે ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રે સુચિત રોકાણો માટેના વધુ ૩૭ MOU જુદા જુદા ઉદ્યોગ ગૃહો, સંસ્થાઓ સાથે સંપન્ન કર્યા છે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત ઉદ્યોગકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.
રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગે વાયબ્રન્ટ સમિટ પૂર્વાધ રૂપે દર સપ્તાહના પ્રથમ દિવસે વિવિધ ક્ષેત્રોમાં સુચિત રોકાણો માટેના MOU કરવાની શરૂ કરેલી પરંપરામાં અત્યાર સુધીમાં ચાર કડીમાં ૮૦ જેટલા MOU થયા છે. MOU સાઇનીંગની ચોથી કડી આ સોમવારે સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ સોમવારે જે ૩૭ MOU થયા છે તેમાં કેમિકલ્સ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, ફાર્મા ઇન્ટરમિડીયેટ, ઇ-વેસ્ટ રિસાયકલીંગ પ્રોજેક્ટ, ઇન્ડસ્ટ્રીયલ તથા એપરલ પાર્ક ડેવલપમેન્ટ, એમ.એસ પાઇપના ઉત્પાદન તથા એગ્રોકેમિકલ્સ, ઇ.વી ચાર્જિંગ નેટવર્ક, ટોયઝ પાર્ક, આઇ.ટી. પાર્ક વગેરે ક્ષેત્રોમાં સુચિત રોકાણોના MOUનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત એજ્યુકેશન સેક્ટર માટે પણ પાંચ જેટલા સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યા હતા.
આવા સ્ટ્રેટેજિક MOUમાં ટેક્નીકલ એજ્યુકેશન ક્ષેત્રે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, વેટરનરી કોલેજ માટેના, વ્યસનમુક્તિ અને માનવ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ, ચિલ્ડ્રન યુનિવર્સિટી એજ્યુકેશન ખાતે ટોય હબ માટે ટેક્નિકલ સપોર્ટના MOU થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ MOU કરનારા સૌ ઉદ્યોગ-રોકાણકારોને ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ અને વેપાર-ઉદ્યોગ વ્યવસાય વિકસાવવાની વૈશ્વિક તક મળશે તેમ આ અવસરે જણાવ્યું હતું.
તેમણે આ સુચિત રોકાણો અંતર્ગતના જે સેક્ટરમાં MOU થયા છે તે સમયસર કાર્યરત થાય તે માટે જરૂરી મદદ સહયોગ રાજ્ય સરકાર પૂરાં પાડવા તત્પર છે તેમ પણ ઉમેર્યુ હતું.
આ MOU એક્સચેન્જ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રી હૈદર તેમજ ઉદ્યોગ કમિશનરશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને MOU કરનારા ઉદ્યોગ ગૃહોના સંચાલકો, પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.




No comments:
Post a Comment