મેમદપુર ગામે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં સાચી લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી.
વડગામ તાલુકાના મેમદપુર ગાને સરપંચની સામાન્ય સીટ હોવાથી લોકશાહીની રીતે કોઈપણ ઉમેદવાર ગામનો ઉમેદવારી નોંધાવી શકે છે એ રીતે સામાન્ય સીટ માં એસસી સમાજ એક ઉમેદવાર દરબાર સમાજ માંથી બે ઉમેદવાર પ્રજાપતિ સમાજ માંથી એક ઉમેદવાર પટેલ સમાજમાંથી એક ઉમેદવાર એમ કુલ પાંચ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમો આજરોજ ચૂંટણી હોય પાંચે ઉમેદવારોએ જીતવા માટે એક એક વોટ કીમતી હોય રાત દિવસ મહેનત કરીને વોટરની સમજાવવાની અને પોતાની જીત મેળવવા માટે મહેનત કરી હતી મેમદપુર ગામ અને તેની એકતા માટે આખા ગામમાં લોકશાહીની પર્વની ઉજવણી રૂપે આખા ગામના તમામ જ્ઞાતિના લોકો મતદાન મથકે પહોંચી દરેક મતદાન કર્યું હતું પહોંચે ઉમેદવારો નિખાલસ પડે પોતાના વોટર ને સમજાવી ને વોટીંગ કરાવ્યું હતું નવીનતા ની વાત તો એક હતી કે પહોંચે ઉમેદવારો ભેગા મળી આખો દિવસ સાથે રહી પ્રેમથી આખો દિવસ મતદાન કરવામાં સહભાગી બન્યા હતા લોકોએ ઉમળકાભેર મતદાન કર્યું હતું છેલ્લે પહોંચે ઉમેદવારો ભેગા મળી એક ફોટોગ્રાફ્સ આપ્યો હતો કોઈપણ ની એક-એક ઉમેદવારની જીત થવાની છે તો પછી ભેગા મળી એક બીજાને જીતવાની શુભેચ્છાઓ પાઠવી હતી
આવું એકતાનું અને માનવતાનું સાચી લોકશાહી નું નિખાલસપણે મતદાન કરી અને જીત મેળવવાનું આ અનેરૂ ઉદાહરણ મેમદપુર ના પહોંચે ઉમેદવારોમાં જોવા મળ્યું હતું અને એકબીજાને શુભેચ્છા પાઠવી જીત મળે તેવી શુભકામનાઓ પાઠવી દીધી અને એક સાથે પાંચ એ ઉમેદવારો તસવીર ખેંચાવી હતી સાચે જ બીજા ઉમેદવારોએ મેમદપુર ના પહોંચે ઉમેદવારો જોડેથી ખરેખર ચૂંટણીમાં કેવી રીતે રહેવું કેવી રીતે લખવી અને કેવી રીતે એકતા નો માહોલ જાળવી રાખો એ શીખવા જેવી બાબત હતી.
અરૂણોદય ન્યૂઝ
મોહન ભાટીયા મેમદપુર




No comments:
Post a Comment