અરૂણોદય ન્યૂઝ.
રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ
પશ્ચિમ રેલ્વે મહાપ્રબંધકશ્રી આલોક કન્સલ સાથે બેઠક યોજી
રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ બનાસકાંઠા જિલ્લાના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજે પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક શ્રી આલોક કન્સલ સાથે બેઠક યોજી હતી. જેમાં કોરોના સમયમાં બંધ થયેલ ટ્રેનો શરૂ સત્વરે ચાલુ કરવા, કેટલીક ટ્રેનો સપ્તાીહમાં એક-બે વાર ચાલે છે તેને દૈનિક કરવા તથા આધુનિક રેલ્વે સ્ટેશનની ચાલતી કામગીરી અંતર્ગત રેલ્વે સ્ટેશનમાં જવા માટે અંડરપાસ નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. રાજ્યસભા સાંસદશ્રીએ પાલનપુર ખાતે એર જિમ, બાલ ઉધાન-૨, પાર્સલ ઓફિસ, રેલ્વેના કર્મચારીઓ માટેના સ્ટાફ કવાર્ટર્સનું ઉદ્દઘાટન પણ કર્યુ હતું. તેમ રાજ્યસભાના સાંસદશ્રીના પી. એ. શ્રી રાજેન્દ્ર પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે.




No comments:
Post a Comment