બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણાના નવનિયુક્ત સરપંચને ગામ લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા. ગ્રામજનો નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરતા સરપંચ શ્રી પ્રહલાદ પરમાર .
પાલનપુર તાલુકાના જગાણા ગામમાં અગાઉ પણ સરપંચ પદે રહી ચુકેલા પ્રહલાદ પરમાર દ્વારા ગામમાં વિકાસનો કરેલાં કામોને લઈ જનતાએ તેમને લોકચાહના અનુસાર ચૂંટી લાવ્યા છે.
ત્યારે હવે તેઓ પણ સરપંચ તરીકે પોતાની જવાબદારી સમજી ગામના વિકાસમાં સંપૂર્ણ પણે પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી છે
છેલ્લા 22 વર્ષ થી ગુજરાત સ્ટેટ હેન્ડલુમ વીવર્સ કો . ઓપરેટિંવ ફેડરેશન અમદાવાદ ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે , ભારત સરકાર ના ટેક્સટાઇલ મંત્રાલય માં ડિરેક્ટર તરિકે સેવા ઓ આપેલ છે જગણા ગામમાં પૂર્વ સરપંચ તરીકે 1031 ની લીડ થી જીતેલા સામાન્ય સીટ પર જીત મેળવી હતી.
બનાસકાંઠા ધાણધાર વણકર સમાજ કેળવણી મંડળ ના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સુધી સેવાઓ આપેલ
પૂર્વ મંત્રી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચા માં સેવા ઓ આપેલ.
પૂર્વ ડીરેક્ટર તાલુકા ખરીદ વેચાણ સંઘ પાલનપુર ખાતે સેવાઓ આપેલ ,
વાઈસ ચેરમેન તરીકે જગાણા સેવા સહકારી મંડળી માં છેલ્લા વીસ વર્ષ થી સેવાઓ ચાલુ છે
જગાણા ગ્રામ પંચાયત માં પૂર્વ ઉપ સરપંચ તરીકે અગાઉ પણ સેવાઓ આપેલ છે
શ્રી પ્રહલાદ પરમાર સામાજિક શેક્ષણિક રાજકીય ક્ષેત્રે જોડાયેલા સિનિયર નેતા છે , વિશાળ અનુભવ ધરાવતા શ્રી પ્રહલાદ પરમાર લોક ચાહના ધરાવતા હોઈ ગ્રામજનોએ રિપીટ સરપંચ તરીકે પસંદ કરી ગ્રામ વિકાસ માં જરૂર બદલાવ લાવશે તેવો ગ્રામજનો એ મત વ્યક્ત કરેલ.
લોક સેવક તરીકે ઓળખાતા જગાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રહલાદ પરમારે જણાવ્યું હતું કે મારું જીવન લોક સેવા સમર્પિત છે , અગાઉ પણ સરપંચ તરીકે ઉપ સરપંચ તરીકે ગામ માં સેવાઓ આપી છે છતાં પણ કોઈ પણ વ્યક્તિ કોઈપણ કામ માટે આવે તો ગ્રામ્ય કક્ષા એ તાલુકા જિલ્લા પંચાયત કે કોઈપણ કચેરીમાં કામ હોય તો સાથે રહું જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી મને શાંતિ મળે નહીં , આજે મને જગાણા ગામમાં સરપંચ તરીકે રિપીટ કરવામાં આવ્યો છે ત્યારે મને ગામ ની સેવા કરવા નો મોકો મળ્યો છે ત્યારે જરૂર ગ્રામજનો ના સાથ સહકાર થી સેવા નો યજ્ઞ ચાલુ રાખીશું , ગામ ના તમામ સમાજનો હું ઋણી છું
જગાણા એન્જિનિયરીગ કોલેજ ખાતે પરિણામ જાહેર થતાની સાથે જ 1600 મત થી જીત થતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અને તેઓને ફુલહાર થી સ્વાગત કરી ગુરૂમહારાજના મંદિર ખાતે લઈ આવ્યા હતા. જયાં પણ તમામ ચૂંટાયેલા સભ્યો અને સરપંચે એકબીજાને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.




No comments:
Post a Comment