બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ઉત્તરાયણ અને ૨૬મી જાન્યુઆરીના તહેવારોને અનુલક્ષી હથિયારબંધી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
અરૂણોદય ન્યૂઝ.
માહે. ૦૧/૨૦૨૧ જાન્યુઆરી માસમાં મકરસંક્રાંતી(ઉત્તરાયણ) તથા ૨૬મી જાન્યુઆરીના તહેવાર આવતો હોઇ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા જી.પી.એક્ટ કલમ ૩૭/(૧) મુજબનું હથિયારબંધી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૨ના પત્રથી હથિયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે, જે અન્વયે આ સમયગાળા દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ જાનમાલને નુકશાન ન થાય તે હેતુથી સમગ્ર જિલ્લામાં નીચે જણાવેલ કૃત્યોની મનાઈ કરવાનું જરૂરી લાગે છે.
શ્રી આનંદ પટેલ (આઈ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ક. ૩૭ (૧) થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવાઇ છે.
(ક) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર તથા કોઈપણ જાતના ચપ્પુ જે અઢી ઈંચથી વધારે લાંબુ છેડેથી અણીવાળુ પાનું હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની.
(ખ) શરીરને હાનીકારક હોય તેવો કોઈપણ સ્ફોટક પદાર્થ લઈ જવાની.
(ગ) પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેકવાના, નાખવાના યંત્રો સાધનો લઈ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની
(ઘ) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.
(ચ) વ્યકિત તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાવડવાની
(છ) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાની અને અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથળી પડવાનો સંભવ હોય અથવા તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાડવાની તથા ફેલાવો કરવાની સમગ્ર બનાસકાંઠાની હકુમત હેઠળના વિસ્તારમાં મનાઈ ફરમાવી છે.
(1) સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીએ આવા કોઈપણ હથિયાર સાથે લઈ જવા ફરમાવ્યું હોય અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય તેમને. (2) સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે સંગીન વિગેરે સાથે રાખવા પડતા હોય તેમને લાગુ પડશે નહી. (3) જિલ્લા મેજીસ્ટ્રેટ/ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ/ પોલીસ અધિકશ્રીએ અધિકૃત કરેલ કોઈપણ અધિકારીઓએ જેને શારિરીક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી લાથે રાખવાની આપેલ હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહી.
આ જાહેરનામું તા ૧૩/૦૧/૨૦૨૨ થી તા.૧૫/૦૧/૨૦૨૨ (બંને દિવસો સહિત) અને તા.૨૬/૦૧/૨૦૨૨ના રોજ અમલમાં રહેશે.
આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર ઇસમ ભારતના ફોજદારી અધિનિયમ સને.૧૮૬૦ની ક. ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક ૧૮૮ તથા ગુ.પો. અધિ.ક. ૧૩૫ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.




No comments:
Post a Comment