અમદાવાદ જીલ્લાના બગોદરા ટોલટેક્સ નજીકથી દારૂ ભરેલી ગાડી સાથે ૧ ઝડપાયો.
પોલીસે રૂ . ૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
અમદાવાદ જિલ્લા એલસીબી ગ્રામ્યના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહને બાતમી મળી હતી કે એક કેસરી કલરની ટૂંકમાં ઇપીઇ ફોમ સીટ નીચે સંતાડીને વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ બાજુથી બાવળા થઇ બગોદરા પસાર કરી રાજકોટ તરફ જનાર છે . જેથી એલસીબી ટીમે વોચ રાખીને અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલ ટોલટેક્સ નજીક બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી હતી . તેમજ ચાલકને ઉતારી તપાસ કરતાં ફોમ સીટની આડમાં સંતાડીને લઇ જવાતો રૂ .૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારુનો જથ્થો રાજકોટ પહોંચાડવાનો હોવાનું જણાવ્યુ હતુ .
દારૂ - બિયરનો જથ્થો ઝબ્બે એલસીબીએ વિદેશી દારૂ બોટલ નંગ ૨૩૪ તથા બિયર ટીન નંગ ૫૪ મળીને કુલ કિંમત રૂ . ૧૪.૦૬ લાખ , મોબાઈલ , અંગજડતીથી મળેલ રોડ ૩૧૭૭૦ , ટ્રક તેમજ ફોમ સીટ મળીને કુલ રૂ .૨૦૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે . બે આરોપી વોન્ટેડ ટ્રક ચાલક હરીન્દ્રરસિહ માનસિંહ જા ( ઉં.વ .૪૨ ) ની પોલીસે અટકાયત કરી હતી . જ્યારે અન્ય બે શખ્સોના નામ સામે આવતા વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment