અમદાવાદ જીલ્લા પંચાયત ની
સામાન્ય સભા તોફાની બની : હાઇકમાન્ડના આદેશથી શાંત થયા.
સભ્યોની વિકાસગ્રાન્ટ ૧૦ લાખના બદલે ૨૫ લાખ કરવા BJP ના સભ્યોની ઉગ્ર માંગણી.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
અમદાવાદ જિલ્લા પંચાયતની આજે બપોરે હેલી સામાન્ય સભામાં શાસકપક્ષ ભાજપના સભ્યોએ પોતાના મતક્ષેત્રના વિકાસ કામો કરવા માટેની વાર્ષિક રૂ . ૧૦ લાખની ગ્રાન્ટ વધારીને રૂ . ૨૫ લાખ કરવાના પ્રશ્ને ભારે હંગામો મચાવ્યો હતો . પરંતુ જિલ્લા વિકાસ અધિકારીએ નાણાકીય સ્થિતિ સુધર્યા બાદ જ વિચારણા કરવાની ખાતરી આપ્યા છતાં સભ્યો ટચના મસ થયા ન હતા . એટલું જ નહીં સભાત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારચા મામલો ઓર બિચક્યો હતો પરંતુ જિલ્લા ભાજપ હાઈકમાન્ડનો આદેશ મળતા સભ્યો શાંત થયા હતા અને જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભામાં યોગ્ય કરવાની ખાતરી દોહરાવી હતી જેનો સભ્યોએ સ્વીકાર કર્યો હતો . જિલ્લા પંચાયતના સભ્યોની આ વિકાસ કામો માટેની ગ્રાન્ટ રૂ . ૧૦ લાખથી વધારી રૂ . ૨૫ લાખ કરવાની માગણી ગત કોંગ્રેસના શાસનવેળાથી ચાલતી આવી છે અને ગ્રાન્ટ વધારવાના પ્રશ્ને તે વખતે કોંગ્રેસ સાથે ભાજપના સભ્યોએ હાથ મિલાવી માગણી બુલંદ બનાવી હતી . આજે ભાજપના સભ્યો સાથે કોંગ્રેસના સભ્યોએ હાથ મિલાવ્યાસંમત છે પરંતુ બેઠકમાં કોંગ્રેસના સભ્યો
સભાગૃહમાં હંગામાથી દૂર રહ્યા હતા પરંતુ મૂકસંમત્તિ તો આપી જ હતી પરિણામે ભાજપના સભ્યોએ ગ્રાન્ટ વધારવાની હઠ ચાલુ રાખતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધનેલિયાએ એમ જણાવ્યું હતું કે , જિલ્લા પંચાયતના વહીવટમાં નાણાકીય વ્યવસ્થાના આવક - જાવકના સાધનો અને સરકારી મિલાવ્યાસંમત થયા ન હતા અને માગણી લોન તથા સહાય સહિત અનેક પાસાનો વિચાર કરવો પડે છે . સામાન્ય સભામાં રજૂઆત કરવાથી તુરત જ તેનો અમલ કરી શકાય નહીં , જિલ્લા વિકાસ અધિકારીના આ ઉત્તર સાથે સભ્યો સ્વીકારવાનો હઠાગ્રહ ચાલુ રાખ્યો હતો.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment