પાલનપુર કોલેજમાં સાયબર સિક્યુરીટી એન્ડ યુઝ ઓફ સોશિયલ મિડિયા વિષય ઉપર રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા. રાજુલબેન દેસાઇનું વ્યાખ્યાન યોજાયુ
અરૂણોદય ન્યૂઝ.
બનાસકાંઠા ડિસ્ટ્રિકટ કેળવણી મંડળ સંચાલિત શ્રી આર.આર.મહેતા સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નેશનલ કમિશન ફોર વુમન દ્વારા સાયબર સિક્યુરીટી એન્ડ યુઝ ઓફ સોશિયલ મિડીયા વિષય ઉપર રસપ્રદ વ્યાખ્યાન યોજાયું હતુ.
જેમાં નેશનલ કમિશન ફોર વુમન (રાષ્ટ્રીય મહિલા આયોગ) ના સભ્ય શ્રીમતી ર્ડા.રાજુલબેન દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા સમાજ અને દેશમાં થતાં સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા સાયબર ક્રાઇમને અટકાવવા માટે કેવી સાવધાની રાખવી જોઈએ તે માટે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમણે સાયબર ક્રાઇમ વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ ઉદાહરણો આપીને રસપ્રદ રીતે સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી રમીલાબેન રાઠોડ, મંડળના મદદનીશ નિયામક ર્ડા. કે.ડી.શામલ, કોલેજના પ્રિન્સીપાલ ર્ડા. યોગેશ બી. ડબગર, ડૉ.આર.જે.પાઠક સહિતના અધ્યાપકશ્રીઓ અને સારી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રો. આર. ડી. વરસાતે કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ર્ડા.એસ.આઈ.ગટિયાલાએ કર્યુ હતુ.




No comments:
Post a Comment