અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકા માં સિંહની એન્ટ્રી : શહેરથી ૧૩૦ કિમી દૂર બાવળિયારીની સીમમાં દેખાયો.
૧૮ મીએ વેળાવદરમાં સિંહ દેખાયા બાદ હવે અમદાવાદથી વધુ નજીક આવ્યા.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકા માં સિંહની એન્ટ્રી : શહેરથી ૧૩૦ કિમી દૂર બાવળિયારીની સીમમાં દેખાયો.
૧૮ મીએ વેળાવદરમાં સિંહ દેખાયા બાદ હવે અમદાવાદથી વધુ નજીક આવ્યા.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
સાસણ ગીરના સિંહ હવે ગીરનું ગાઢ જંગલ છોડી ખુલ્લા વિસ્તારમાં દેખાવા લાગ્યા છે . અમદાવાદ જિલ્લામાં કદાચિત પ્રથમ વખત સિંહ દેખાયાનું બહાર આવ્યું છે . અમદાવાદ શહેરથી કિલોમીટર દૂર ધોલેરા તાલુકાના બાવળિયારી ગામની સીમમાં સિંહે રાતવાસો કર્યો હતો . અગાઉ ૧૮ મી ૧૩૦ ધોલેરા તાલુકાના બાવિળયારી ફેબ્રુઆરીએ અમદાવાદથી ૧૪૦ કિલોમીટર દૂર ભાવનગરના વેળાવદર ખાતે સિંહ દેખાયો હતો .
ધોલેરા તાલુકાના બાવળિયારી
ગામની સીમના ઝાડી - ઝાંખરામાં સિંહે રાતવાસો કર્યો હતો . જેની જાણ થતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો . વન વિભાગને જાણ કરતા ધોલેરા અને ભાવનગર વન વિભાગની ટીમે જીપીએસ દ્વારા સિંહનું લોકેશન જાણ્યું હતું . બાદમાં બાવળિયારીની સીમથી ભાવનગરના આરક્ષિત વન વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યો હતો .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:
Post a Comment