સંતરામપુરના કવિ , લેખક , પત્રકાર , શ્રી મહેન્દ્ર ભાટિયાના બે પુસ્તકોનું વિમોચન થયું.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વિઝનરી વાઈરા ચાન્સેલર શ્રી ડો . પ્રતાપ સિંહજી ચૌહાણ અને યુનિવરિોટીના રજિસ્ટ્રાર શ્રી ડો . અનિલભાઈ સોલંકીના શુભ હસ્તે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી , ગોધરા ખાતે શ્રી મહેન્દ્ર ભાટિયાનાં બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું . પુસ્તક ( ૧ ) ' ' ૫૦૧ પ્રેરણાત્મક સુવિચાર ' ( ૨ ) ' ' આદર્શ વિધાર્થી શાળા અને શિક્ષક ’ આ બંને પુસ્તકોનું વિમોચન કરવા બદલ , યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો . પ્રતાપ સિંહજી ચૌહાણે મહેન્દ્ર ભાટિયાને નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહી , સાહિત્ય રાર્જનની સુંદર પ્રવૃત્તિ કરવા બદલ , તેઓશ્રીએ મહેન્દ્ર ભાટિયાને ખૂબ ... ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી . આ પ્રરાંગે ગોધરા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ અને મહેન્દ્ર ભાટિયાના પૂર્વ આદર્શ , હોંશિયાર , યુનિ . ગોલ્ડમેડાલીસ્ટ વિધાર્થી શ્રી અરૂણ સિંહ સોલંકી પણ ઉપસ્થિત રહીને તેમણે ગુરૂ ત્રણ અદા કર્યું હતું . આ અગાઉ શ્રી મહેન્દ્ર ભાટિયાનાં એકસાથે ' ' ચાર ' ' પુસ્તકોનું વિમોચન સંતરામપુર કોલેજ ખાતે કરવામાં આવેલ , તે જાણીને વાઈસ ચાન્સેલર ડો . પ્રતાપ સિંહજીએ અત્યંત આનંદ વ્યકત કરી સાહિત્ય ક્ષેત્રે ખૂબજ આગળ જવા મહેન્દ્ર ભાટિયાને શુભેચછાઓ અને શુભકામનાઓ પાઠવી હતી . આ પ્રસંગે સુંદર મુખપૃષ્ઠ અને સરસ પુસ્તકો તૈયાર કરી આપનાર ' ગૂર્જર સાહિત્ય પ્રકાશન , અમદાવાદનો મહેન્દ્ર ભાટિયાએ , ખૂબ ... ખૂબ આભાર વ્યકત કર્યો હતો .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment