બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકાના કુંડલી ગામની ચકચારી ઘટના.
વીજ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરનાર સરપંચની ધરપકડ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકાના કુંડલી ગામે પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ કરવા ગયેલા પીજીવીસીએલના કર્મચારીને ગામના સરપંચે બે લાફા ઝીંકી દીધા હોવાનો
ચોંકાવનારો બનાવ બન્યો હતો . આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતાં રાણપુર પોલીસે સરપંચ બાબુભાઈ મેણીયાની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી
વીજ ટીમ પર થયેલા હુમલાથી ખળભળાટ મચ્યો.
સંજયકુમાર ડામોર છેલ્લા બે વર્ષથી વીજ કંપનીમાં ફરજ બજાવે છે . તેઓ આજે સવારે બોટાદ પી.જી.વી.સી.એલની ટીમ તથા રાણપુર ડેપ્યુટી એન્જીનિયર એચ.કે ગડારા સાથે કુંડલી ગામે વીજચેકિંગ કરવા ગયા હતા . ત્યારે રામાપીરના મંદિર પાસે આવેલી ટીસી માંથી અન્ડર ગ્રાઉન્ડ કેબલ અંદાજે ૧૧૫ મીટર તળાવ બાજુજતો હતો . તેમાંથી ચોરી થઇ શકે તેમ હોય ડેપ્યુટી એન્જીનિયરની સૂચનાથી કેબલ કાપી નાખ્યો હતો . તે વખતે ત્યાં આવેલા બે વ્યક્તિએ કહ્યું હતું કે સરપંચ આવે છે તેમને જવા નહીં દઉં . દરમિયાન ત્યાં આવી પહોંચેલા સરપંચ બાબુભાઈ ત્રીકમભાઈ મેણીયાએ કર્મચારીને બે લાફા ઝીંકી દઇ ફરજમાં રુકાવટ ઉભી કરી હતી . આ અંગે ફરિયાદના આધારે રાણપુર પીએસઆઇ એસ . એચ ભટ્ટે સરપંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે . આ ઉપરાંત વીજ કંપનીના કર્મચારીઓએં કુંડલી ગામમાથી ૬ વીજચોરી ઝડપી પાડી હતી .
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment