મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓએ વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા ના સેવા ભર્યા જીવનને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પી
અરૂણોદય ન્યૂઝ
અમદાવાદ જિલ્લાના વિરમગામના પૂર્વ ધારાસભ્ય સ્વ. વજુભાઈ ડોડીયા ના અવસાન બાદ આજે તેમના નિવાસસ્થાને બેસણું યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી જગદીશભાઈ પંચાલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરત પંડ્યા તેમજવિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતી રહી હતી.
આ ઉપરાંત ગુજરાત પ્રદેશના પ્રદેશના અનેક દિગ્ગજ રાજકીય મહાનુભાવો, સાંસદ સભ્યો,ધારાસભ્યો, સંગઠન મંત્રીઓ, તથા જિલ્લા પંચાયતના સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વજુભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને નમન અર્પણ કર્યો હતો.*
આ પ્રસંગે ભક્તિ સંગીતના સ્વરમેળે વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. સૌએ વજુભાઈના આત્મા માટે શાંતિ પ્રાર્થના કરી.*
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.વજુભાઈ ડોડીયા અમદાવાદ જિલ્લાના સહકારી, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં એક જાણીતા અને લોકપ્રિય વ્યક્તિત્વ તરીકે ઓળખાતા હતા.તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લોકહિતને સર્વોપરી માની સેવાભર્યું જીવન જીવ્યું હતું. તેમની સાદગી, સૌમ્ય સ્વભાવ અને સમાજ પ્રત્યેની અખૂટ પ્રતિબદ્ધતા લોકહૃદયમાં અંકિત રહી છે.
*વિરમગામ સહિત સમગ્ર જિલ્લામાં તેમની યાદો હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. વજુભાઈ ડોડીયાનું જીવન લોકસેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ રહેશે









No comments:
Post a Comment