બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતેના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના મંદિરમાં નવા વર્ષના પ્રથમ શનિવારે વિશાળ સંખ્યામાં ભક્તોએ દર્શન નો લાભ લીધોવિક્રમ સંવત 2082ની શરૂઆતના પહેલા શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં પાંચ દિવસની મહેનતે બનાવેલા વાઘા પહેરાવ્યા, સિંહાસને વિવિધ ચલણી નોટોનો કરાયો શણગાર
અરૂણોદય ન્યૂઝ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.25-10-2025ને શનિવારના રોજ સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષ વિક્રમ સંવત 2082ના પહેલા શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ભારતની ચલણી નોટનો શણગાર કરાયો છે. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના વૃન્દાવનમાં 5 દિવસની મહેનતે એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આજે સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું.
આજે કરાયેલા હનુમાનજીના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, નૂતન વર્ષ વિક્રમ સંવત 2082ના પહેલા શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સિંહાસને ચલણી નોટોનું શણગાર કરવામાં આવ્યો છે. જેમાં 10-20-50-100-200-500 રૂપિયાની નોટનો શણગાર કરવામાં આવ્યો છે. તો દાદાના વિશેષ વાઘા વૃંદાવનમાં પાંચ દિવસની મહેનતે તૈયાર થયા છે. પ્યોર સેલ્ફ ના કાપડ માંથી બનેલા વાઘામાં એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવેલું છે.


.jpg)
.jpg)

.jpg)
.jpg)




No comments:
Post a Comment