ભાવનગર જિલ્લાના ઐતિહાસિકપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં શ્રદ્ધાળુઓ સાથે સિંહોની લટાર સિંહોની હાજરીથી ભારે કુતુહલ સર્જાયુ
અરૂણોદય ન્યૂઝ
ભાવનગર જિલ્લાના ઐતિહાસિક સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલિતાણામાં એક અદભૂત અને કુતૂહલ પ્રેરક દ્રશ્ય સર્જાયું હતું. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પદ્માવતી માતાજીના મંદિર નજીક સિંહ જોવા મળ્યા હતા. સિંહની હાજરીથી જૈન શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.
ચાર સિંહોના ટોળામાંથી બે સિંહો પાલીતાણા જૈન તીર્થના માર્ગ પર લટાર મારતા જોવા મળ્યા
પ્રાપ્તમાહિતી અનુસાર પદ્માવતી મંદિર તરફ જતા માર્ગ પર ૪ સિંહોના એક
ટોળામાંથી બે સિંહ પાલીતાણા જૈન તીર્થના માર્ગ પર લટાર મારતા જોવા મળ્યા હતા.ડુંગરપરથીઆ સિંહો અચાનક જૈન તીર્થધામના પથ પર પહોંચી ગયા હતા.
સૌથી અચરજની વાત એ હતી કે આ માર્ગપર શ્રદ્ધાળુઓ અને સિંહ એકસાથે ચાલતા નજરે પડ્યા હતા.
આ દ્રશ્ય જોઈને જાણે સિંહ પણ આદિનાથભગવાનનાદર્શન કરવા પહોંચ્યો હોય તેવો માહોલ સર્જયો હતો.
મહત્ત્વની વાતએ છેકે સિંહે શ્રદ્ધાળુઓને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યું નહોતું. જૈન તીર્થધામના પવિત્ર માર્ગ પર સિંહદર્શન થતાં શ્રદ્ધાળુઓ માટે આ એક અનન્ય અને યાદગાર ક્ષણ બની રહી હતી







No comments:
Post a Comment