રાજકોટ ના વીરપુર જેતપુર વિસ્તારમાં 3.6ની તીવ્રતાથી ધરા ધ્રુજી, ગોંડલથી 24 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
અરૂણોદય ન્યૂઝ
રાજકોટના વિરપુર, જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે 12.37 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)ના અહેવાલ મુજબ, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી લગભગ 24 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં એક ખેતરમાં નોંધાયું હતું.
આંચકાને કારણે લોકો ઘર, દુકાન અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.







No comments:
Post a Comment