રાજકોટના ઘેલા સોમનાથ મહાદેવના મંદિરને વિકસિત કરવા ₹10 કરોડની મંજુરી
અરૂણોદય ન્યૂઝ
રાજકોટ જિલ્લાના જસદણ નજીક ઘેલા સોમનાથ મહાદેવના મંદિરને વિકસિત કરવા માટે રાજ્ય સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ દ્વારા ₹10 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. મંદિરના આધુનિકીકરણ સાથે મુખ્ય કૉરિડોર, મુખ્ય દ્વાર, યજ્ઞશાળા, સંત શેડ અને સમાધી સ્થળનો વિકાસ અંગે નિર્માણ કરાશે. ઉપરાંત, સોમનાથ મહાદેવ મંદિરની જેમ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શરૂ થશે.






No comments:
Post a Comment