બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ભવ્ય દિપમાલા અને આતશબાજી કરાઈ,
અરૂણોદય ન્યૂઝ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દિપોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કષ્ટભંજનદેવને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો. મંગળવારે સાંજે 6:30 કલાકે સમૂહ સંધ્યા આરતીમાં મંદિરના પટાંગણમાં 11 હજાર દિવડાઓની હારમાળા પ્રગટાવવામાં આવી હતી. સમગ્ર મંદિર અને પરિસરને રોશનીથી શણગારવામાં આવતા સાળંગપુરધામ ઝળહળી ઉઠ્યું હતું.







No comments:
Post a Comment