મહારાષ્ટ્ર પોલીસે પકડ્યુ 1000 કરોડનુ ડ્રગ્સ, ગુજરાતમાં પ્રોડક્શન થતુ હોવાની શંકા

મુંબઈ,તા. 28 ડિસેમ્બર 2018 શુક્રવાર
મહારાષ્ટ્ર પોલીસે વાકોલા વિસ્તારમાંથી ફેંટાનિલ નામના ડ્રગનો 100 કિલો જથ્થો પકડ્યો છે.આ જથ્થાની આંતરરાષ્ટ્રિય બજારમાં 1000 કરોડ રુપિયા કિંમત હોવાનુ મનાઈ રહ્યુ છે.
પોલીસે સલીમ બોલા, ઘનશ્યામ સરોજ, ચંદ્રમણી તિવારી અને સંદિપ તિવારી એમ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.તેઓ આ ડ્રગ્સ વેચવા વિદેશ જવાની ફિરાકમાં હતા.
ફેન્ટાનિલ ડ્રગનો ઉપયોગ સામાન્ય રીતે પેઈન કિલર બનાવવામાં થાય છે.જોકે આ ડ્રગ એટલુ ખતરનાક છે કે માત્ર 0.0002 ગ્રામની માત્રા પણ જીવલેણ સાબીત થઈ શકે છે.
યુરોપ અને અમેરિકામાં તેને ચાઈના વ્હાઈટ, ક્રશ, ડાન્સ ફીવર, ચાઈના ગર્લ , અપાચે, ચાઈના ટાઉન, ફ્રેંડ ફિવર, ગ્રેટ બિયર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.
અમેરિકાની સરકાર આ ડ્રગથી પરેશાન છે.અમેરિકાએ ભારતને આ પ્રકારના નશિલા પદાર્થો પર રોક લગાવવા માટે પણ કહ્યુ છે.કારણકે ભારતમાંથી અમેરિકા સુધી આ ડ્રગ્સ સપ્લાય થાય છે.તેના ઓવરડોઝથી 2017માં 29000 અને 2016માં 20000 લોકોએ અમેરિકામાં જીવ ગુમાવ્યા હતા.
પોલીસનુ કહેવુ છે કે ફેટાનિલ ડ્રગ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વાપી, પાલઘર અને ઉમરગામમાં ગુપ્ત રીતે તૈયાર કરવમાં આવે છે. આ પહેલા પણ મધ્યપ્રદેશ, ગુજરાત ,દિલ્હીમાંથી ફેંટાનિલ ડ્રગ પકડાયેલુ છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊🖊





No comments:
Post a Comment