ઉત્તરાખંડ HCનો રામદેવની દિવ્ય ફાર્મસીને આદેશ- 421 કરોડ રૂપિયાના નફામાંથી 2 કરોડ સ્થાનિકોને આપો
નૈનીતાલઃ ઉતરાખંડ હાઈકોર્ટે બાબા રામદેવની દિવ્ય ફાર્મસીને આદેશ આપ્યો છે કે તે પોતાના નફામાંથી 2 કરોડ રૂપિયા સ્થાનિક ખેડૂત અને કોમ્યુનિટીમાં વહેંચે. કોર્ટે ઉતરાખંડ બાયોડાઈવર્સિટી બોર્ડ (યીબીબી)ની વિરુદ્ધ દાખલ કરેલી દિવ્ય ફાર્મસીની અરજીને ફગાવી દીધી છે અને જૈવ વિવિધતા અધિનિયમ 2002 અંતર્ગત નફાને સ્થાનિક લોકોની સાથે શેર કરવાનો પ્રોવિઝન લાગુ કરવા માટે કહ્યું છે.
આયુર્વેદિક દવાઓ માટે પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ
- 1.જસ્ટિસ સુધાંશૂ ધૂલિયાએ કહ્યું કે આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પ્રાકૃતિક જડી-બૂટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાચ માલ માટે રામદેવની કંપનીએ 421 કરોડ રૂપિયાના નફામાંથી 2 કરોડ રૂપિયા સ્થાનિક લોકોને વહેંચવા જોઈએ.
- 2.અગાઉ યૂબીબીએ બાયોલોજિકલ ડાઈવર્સિટી એકટ અંતર્ગત કંપનીને ખેડૂતો અને સ્થાનિક સમુદાયને નફાનો હિસ્સો વહેંચવા માટે આદેશ આપ્યો હતો. બીજી તરફ ફાર્મસીએ દાવો કર્યો હતો કે યૂબીબીની પાસે આ પ્રકારનો આદેશ આપવાની કોઈ અથોરિટ નથી. આ સિવાય આ બાબત તેના અધિકાર ક્ષેત્રમાં પણ આવતી નથી. આ કારણે અમે કોઈ પણ પ્રકારનો હિસ્સો આપવા માટે બંધાયેલા નથી.
- 3.કોર્ટે કહ્યું કે યુબીબી તેના અધિકારો અંતર્ગત રકમની માંગ કરનારો આદેશ આપી શકે છે. કારણે જૈવિક સંશાધન માત્ર રાષ્ટ્રીય સંપતિ નથી પરંતુ તે સમુદાયોની પણ છે, જે તેનું ઉત્પાદન કરે છે.
- 4.યૂબીબીએ બાયો ડાઈવર્સિટી એક્ટ 2002ના એક પ્રાવધાન અંતર્ગત દિવ્ય ફાર્મર્સીના વેચાણના આધાર પર લેવી ફીસ માંગ હતી. જોક દિવ્ય ફાર્મસીએ આ આદેશની વિરુદ્ધમાં ઉતરાખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ફાર્મસીની મોટા ભાગની આયુર્વેદિક પ્રોડકટ્સ જંગલો અને પહાડી વિસ્તારોમાંથી એકત્રિત કરવામાં આવેલી જડી-બૂટી અને હર્બલ ચીજોમાંથી બને છે. એકટ પ્રમાણે તેમાંથી કમાણીનો હિસ્સો તે વિસ્તારમાં રહેનાર લોકોને વહેંચવો જરૂરી છે.
બાયો ડાયવર્સિટી એકટ 2002 શું છે ?
5.સંસદે 2002માં આ કાયદો બનાવ્યો હતો. તે મુજબ જંગલો અને જૈવિક વસ્તુઓનો ઉપયોગના બદલામાં થનારી કમાણીમાંથી સ્થાનિક લોકોને પણ હિસ્સો આપવાની જોગવાઈ છે. 2014માં સરકારે તેને નોટીફાઈ પણ કર્યો હતો. તે મુજબ માત્ર જૈવિક સંશાધન જ નહિ પરંતુ પરંપરાગત નોલેજનો ઉપયોગ કરીને જે પણ કમાણી કરવામાં આવે તે લોકોને આપવો જોઈએ. જો કોઈ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 3 કરોડ રૂપિયાથી વધુ છે, તો ટર્નઓવરમાંથી ટેકસની રકમ બાદ કરીને જે રકમ આવે તેના અડધા ટકા લોકોને આપવાના રહેશે.





No comments:
Post a Comment