*UP: પથ્થરમારામાં કોન્સ્ટેબલનું મોત 11ની ધરપકડ; પુત્રએ કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યાં*
ગાજીપુરઃ વડાપ્રધાન મોદીની જનસભા પછી શનિવારે યુપીના ગાજીપુરમાં થયેલાં પથ્થરમારામાં કોન્સ્ટેબલ સુરેશ વત્સનું મોત થઈ હતું. જેને લઈને તેનો પુત્ર વીપી સિંહે પ્રદેશની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યાં છે. તેને કહ્યું કે, "જ્યારે પોલીસ પોતાની સુરક્ષા નથી કરી શકતી તો આપણે તેનાથી શું આશા રાખી શકીએ? " મુખ્યમંત્રી તરફથી 50 લાખની સહાય રકમ પર પણ તેને કહ્યું જ્યારે પિતા જ નથી રહ્યાં તો આ રકમનું શું કરીશ? ઉત્તરપ્રદેશમાં 28 દિવસમાં ભીડ દ્વારા પોલીસ કર્મચારીની હત્યાનો આ બીજો કેસ છે. આ પહેલાં 3 ડિસેમ્બરે બુલંદશહેરમાં ગૌહત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલાં લકોએ ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની ગોળી મારીને હત્યા કરી હતી.
સીઓ સિટી ગાજીપુર એમપી પાઠકે જણાવ્યું કે, ભીડના પથ્થરમારામાં માર્યા ગયેલા કોન્સ્ટેબલના કેસમાં 92 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 32 નામી અને 60 અજ્ઞાત છે. જેમાંથી 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે. કેટલાંક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે વીડિયો ક્લીપિંગથી પણ આરોપીઓને ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યા મુજબ, નિષાદ સમાજ પાર્ટીના કાર્યકર્તાઓએ આરક્ષણની માગને લઈને અઠવા ચોક પર જમાવડો કર્યો હતો. આ સમયે જ મોદીની રેલી પૂર્ણ થી હતી અને રેલીમાં આવેલી ગાડીઓ મુહમ્મદાબાદ તરફ જઈ રહી હતી. એવામાં પોલીસ કર્મચારીઓએ નિષાદ સમાજના લોકોને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જ ભીડે ઉગ્ર થઈ જતાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં હેડ કોન્સ્ટેબલ સુરેશ વત્સ ઘાયલ થઈ ગયા. હોસ્પિટલ લઈ જતાં સમયે રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું. વત્સ પ્રતાપગઢના લક્ષીપુર-રાનીપુરના રહેવાસી હતા અને કરીમુદ્દીનપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા. ભીડે પોલીસના વાહનોમાં તોડફોડ પણ કરી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માર્યાં ગયેલા સિપાહીને પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊





No comments:
Post a Comment