*1984ના સિખ રમખાણો/ 34 વર્ષ પછી કોંગ્રેસ નેતા સજ્જન કુમાર દોષિત, આજીવન કેદની સજા*
સજ્જન કુમારને હિંસા કરાવવા અને રમખાણો ફેલાવવાના મામલે દોષિત જાહેર કરાયા દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય બદલ્યો
*એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યામાં સજ્જન કુમાર આરોપી હતા*
*નવી દિલ્હી* : અંદાજે 34 વર્ષ પછી 1984ના સિખ રમખાણો મામલે દિલ્હી હાઈકોર્ટની ડબલ બેન્ચે સોમવારે નીચલી કોર્ટના નિર્ણયને બદલીને કોંગ્રેસી નેતા સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા છે. સજ્જન કુમારને કાવતરું ઘડવાનો, હિંસા કરવાનો અને રમખાણો ફેલાવવા માટે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા આપી છે. કોર્ટે સજ્જન કુમારને 31 ડિસેમ્બર સુધી સરન્ડર થવાનો સમય આપ્યો છે. અન્ય 6 કેસ પર કોર્ટ તેમનો ચુકાદો આપી રહી છે.
આ કેસ એક હત્યાકાંડ સાથે જોડાયેલો છે જેમાં નવેમ્બર 1984માં દિલ્હી છાવણીના રાજનગર વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર પણ આરોપી હતી.
*3 અન્ય આરોપીની આજીવન કેદની સજા યથાવત*
હાઈકોર્ટે સજ્જન કુમાર સિવાય બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ અને ગિરધારી લાલની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરની સજા વધારીને 10-10 વર્ષની જેલ કરી દેવામાં આવી છે. આ પહેલાં નીચલી કોર્ટે મહેન્દ્ર અને કિશનને 3-3 વર્ષની કારાવસની સજા આપી હતી.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment