*કાળુનાણું/ સુરતમાંથી 3 કરોડ 85 લાખની રદ થયેલી જૂની ચલણી નોટ સાથે એક ઝડપાયો*
રાંદેર વિસ્તારના ભેસાણમાંથી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ચલણી નોટ ઝડપી પાડી
મહારાષ્ટ્રની પાસિંગ ધરાવતી કારમાંથી મળી જૂની 500-1000ના દરની નોટ
* પોલીસે ચલણી નોટ સાથે એક શખ્સને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી
*સુરતઃ* નોટબંધીના બે વર્ષ બાદ હજુ જૂની નોટો ઝડપાઈ રહી છે. સુરતના રાંદેર વિસ્તારમાંથી પોલીસે કારના ચેકીંગ દરમિયાન 3 કરોડ 85 લાખના દરની જૂની રદ થયેલી 500 અને 1000ના મુલ્યની નોટ ઝડપી હતી. જંગી જથ્થામાં ઝડપાયેલા નાણાંને લઈને પોલીસે આઈટી વિભાગને જાણ કરી વધુ તપાસ અને પુછપરછ શરૂ કરી છે.
- મર્સિડિઝ કરા (એમએચ 14 ડીએન 5420)માંથી નોટ પોલીસે ઝડપી
- શનિવારે રાત્રિ દરમિયાન પોલીસે આરોપીને નોટ સાથે ઝડપ્યો
- ક્યાંથી નોટ આવી અને ક્યાં જતી તે અંગે થશે પૂછપરછ
*હજુ ક્યાં કાળા ધોળાનો ચાલે છે ખેલ? ઉઠ્યાં સવાલો*
કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી નોટબંધીના આટલા વર્ષો બાદ પણ નોટો પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે સવાલો એ ઉભા થઈ રહ્યાં છે કે, હજુ ક્યાં નોટો સચવાઈને બેઠી છે. બીજી બાજુ જે આરોપીઓ પકડાય છે તેમના વિરુધ્ધ કેવા પગલાં લેવામાં આવે છે? કારણ કે અગાઉ પણ આરોપીઓ પકડાયા હતાં ત્યારે તેમના વિરૂધ્ધ કેવી કાર્યવાહી આઈટી કે પોલીસ દ્વારા કરાઈ તે અંગે કશુ જ બહાર આવતું નથી.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊




No comments:
Post a Comment