જામનગર તા. ૧પઃ જામનગરમાં રણજીતનગર, નવાનગર બેંક પાસે ગત્ સાંજે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર સાત શખ્સોએ તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. દારૃની બદી સામે આંદોલન શરૃ કરતા તેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જામનગરમાં દારૃના દૂષણ સામે આંદોલન શરૃ કરવામાં આવયું હતું.
દરમિયાન ગત્ રાત્રે આઠેક વાગ્યે આ સામાજિક કાર્યકર દિનેશભાઈ કાનજીભાઈ ભદ્રા (ઉ.વ. ૪૪) રણજીતનગર, નવાનગર બેંક સર્કલ પાસેથી પસાર થતા હતાં ત્યારે સાત શખ્સોએ છરી, લોખંડના પાઈપ, એક્સેલ વડે હુમલો કર્યો હતો.
આ દરમિયાન ગંભીર રીતે ઈજા પામનાર દિનેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં તેમણે પોતાના ઉપર છરી, એક્સેલ વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે સતિષ જેઠાભાઈ મંગી, જીગ્નેશ વિનોદભાઈ ખીચડા, મહેન્દ્ર જયંતિભાઈ મંગે, અમીત નરેન્દ્રભાઈ ભદ્રા, મનિષ રમેશભાઈ દામા અને બે અજાણ્યા શખસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પો.સ.ઈ. જી.જે. ગામીતે તપાસ હાથ ધરી છે.

અરૂણોદય ન્યૂઝ

No comments:
Post a Comment