પ્રેસ નોટ
બનાસકાંઠા પાલનપુર
.....પાલનપુર માં સૌ પ્રથમ વખત ગુજરાત પ્રદેશ અગ્રવાલ સમાજ મહિલા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું .આ સુંદર કાર્યક્રમનું નામ મધુરિકા નામ આપવામાં આવ્યું હતું
...આજરોજ પાલનપુર ખાતે સૌપ્રથમ વખત ગુજરાત પ્રદેશ અગ્રવાલ મહિલા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આમંત્રિત મહેમાનો તથા પ્રદેશ અધ્યક્ષ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને મધુરિકા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ત્યારબાદ ગુજરાત રાજયમાંથી આવેલી મહિલાઓએ મહારાજ અગ્રેસનની આરતી ઉતારીને વાતાવરણને સુગંધમય બનાવ્યું હતું .કાર્યક્રમ આગળ વધતાં સંજય રાવલ દ્વારા મહિલાઓની મોટીવેશન કરવામાં આવ્યા હતા .ત્યારબાદ નારિયેળ ડેકોરેશન અને વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓને રજુ કરનાર પ્રતિયોગીતઆેના ટોફી આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં .ત્યારબાદ મહિલા મહામંત્રી નિલમ શાહે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે સમાજની મહિલાઓ એક બીજાને નજીક આવે તે માટે આવા સુંદર કાર્યક્રમનું આયોજન
અમે દર વર્ષે ગુજરાત ભરમાં કરીએ છે પ્રદેશ અધ્યક્ષ મંજુ જિંદાલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે નાના નાના ગામમાંથી મહિલાઓ બહાર આવે અને તેમનામાં રહેલું કૌશલ્ય બહાર લાવવા માટે આવા પ્રોગ્રામો અમે કરતાં હોય છે
કાર્યક્રમની સુંદર બનવા માટે ડાન્સ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું .જેમાં ડાન્સ સ્પર્ધામાં
સાસ બહુ માં અવેરનેસ આવે તેવા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતાં .જેમાં બનાસકાંઠાની અલગ અલગ ગામોની મહિલાઓ દ્વારા સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં બેસ્ટ ડાન્સ કરનારી મહિલાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા
કાર્યક્રમમાં હાજર મહેમાનોમાં પ્રદેશ અધ્યક્ષ મંજુ જિંદાલ, મહામંત્રી નીલમ શાહ ,વરિષ્ઠ અધ્યક્ષ સુનિતા અગ્રવાલ ,ઉષા ગુપ્તા,કિરણ તાયલ, રિયા અગ્રવાલ,હષિેલા અગ્રવાલ ,સુમન અગ્રવાલ,પાલનપુર મહિલા પ્રમુખ રિતુરાની અગ્રવાલ વગેરે લોકો હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.આ સંપૂર્ણ પ્રોગ્રામની જવાબદારી પાલનપુર મહિલા અગ્રવાલ સમાજે ઉઠાવી હતી અને નોર્થ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજની મહિલાઓ હાજર રહીને કાર્યક્રમ સુંદર રીતે સફળ બનાવ્યો હતો.
.... .... અરૂણોદય ન્યૂઝ........





No comments:
Post a Comment