ચોરીની કારો સસ્તામાં વેચવાના કૌભાંડમાં ભુજના RTO એજન્ટ સહિત છ સામે ગુનો
ઝારખંડના પીન્ટુ અને શાહિદ ચોરી કરેલી ગાડીઓ પાટણની ત્રિપુટીને આપતા હતા
પાટણ | અલગ-અલગ રાજ્યોમાંથી ચોરી થયેલા લક્ઝુરિયસ કાર, મોટી ગાડીઓ અને ટ્રેક્ટર જેવા વાહનો ચેચીસ નંબર બદલી નાખી ગુજરાતમાં કચ્છ આરટીઓ કચેરીમાં પાસિંગ કરાવી અલગ-અલગ લોકોને સસ્તામાં વેચાણથી આપી છેતરપિંડી કરવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ પાટણ એલસીબી પોલીસ દ્વારા કરાયા બાદ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક 6 શખસો સામે ફરિયાદ દાખલ કરાવાઈ છે જેમાં બે પરપ્રાંતીય અને ભુજના આરટીઓ એજન્ટનો પણ સમાવેશ થાય છે.
ભુજના આરટીઓ દ્વારા નંબરોની ખરાઇ કર્યા વગર જ સુખેન્દ્રસિંહ જાડેજા રજિસ્ટ્રેશન કરાવતો હતો
પાટણ એલસીબી પોલીસના કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ શંભુજીએ 6 સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસની તપાસમાં મુકેશ, કમલેશ અને તોફીક એ તેમના સાગરીતો સાથે મળી કાવતરું રચ્યું હતું. તેમજ ઝારખંડના પીન્ટુ અને શાહિદ પાસેથી પરપ્રાંતમાંથી ચોરી થયેલ ગાડીઓ લાવતા હતા આ ગાડીઓ ડીસા ખાતે આવેલ અલ્તાફ નામના ઇસમના ગેરેજમાં લઈ જઈ ચેચીસ નંબર સાથે છેડછાડ કરી નવા નંબર બનાવી લીધા બાદ ભુજના આરટીઓ એજન્ટ સુખદેવસિંહ મારફતે પાસિંગ કરાવાતું હતું. આ સુખદેવસિંહ ઓનલાઇન કોમ્પ્યુટરમાં એન્ટ્રી ગાડીઓ પાસીંગ કરવા માટે આરટીઓ કચેરીએ લઇ જવાની હોવા છતાં ન લઈ જઈ જે તે સમયના આરટીઓ અધિકારી કર્મચારીઓ દ્વારા ગાડીઓના ચેચીસ નંબર અને એન્જિન નંબરની ખરાઈ કર્યા વગર જુલાઈ 2016 થી 31 ડિસેમ્બર 2017 સુધીમાં કરાવી દીધું હતું. ત્યારબાદ રજિસ્ટ્રેશન થયેલો વાહનો અલગ-અલગ ગ્રાહકોને સસ્તા ભાવે વેચાણ આપી છેતરપિંડી કરી હતી. પોલીસે આ તમામ આરોપીઓ સામે ઈપીકો કલમ 413, 420, 465, 467, 468, 471, 472, 201, 120b ગુનો નોંધી એલસીબી પોલીસે તપાસ હાથ ધરી છે.
ચાર શખ્સોની ધરપકડ
સુખેન્દ્રસિંહ રાવતસિંહ જાડેજા રહે.માધાપર. ભૂજ( આરટીઓ એજન્ટ)
તોફીક હુસેન ઉમરભાઈ રહે પાટણ
મુકેશ વીરચંદદાસ શ્રીમાળી મૂળ રહે.મેસર હાલ.પાટણ
કમલેશજી અનારજી ઠાકોર રહે.ધરપડા તા.ડીસા
🖊 અરૂણોદય ન્યૂઝ🖊




No comments:
Post a Comment