WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, December 19, 2018

Aadhaar / આધાર કાર્ડ માટે દબાણ કરનાર કંપનીને રૂ. 1 કરોડ સુધીનો દંડ થશે; કર્મચારીઓને જેલ


*Aadhaar / આધાર કાર્ડ માટે દબાણ કરનાર કંપનીને રૂ. 1 કરોડ સુધીનો દંડ થશે; કર્મચારીઓને જેલ*

હવે બેન્કમાં નવું ખાતુ ખોલાવવા કે સીમ કાર્ડ લેવા માટે આધારકાર્ડ સિવાયના ડોક્યુમેન્ટસનો ઉપયોગ કરી શકાશે

કેબિનેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધનને મંજૂરી આપી
આધાર કાર્ડ ફરજિયાત જમા કરાવવાની ફરજ પાડનાર કંપનીઓના કર્મચારીઓને 3થી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે

 *નવી દિલ્હીઃ* આધાર કાર્ડની અનિવાર્યતાને લઈને કેન્દ્ર સરકારે એક અગત્યનો નિર્ણય કર્યો છે. હવે તમારે બેન્કમાં ખાતુ ખોલાવવા કે પછી નવું સીમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત નથી. આધાર કાર્ડ આપવું કે નહિ તે અંગેનો નિર્ણય તમારે કરવાનો રહેશે. જો ઓળખ અને સરનામાના ઓફિશ્યલ ડોક્યુમેન્ટસ તરીકે આધાર કાર્ડ આપવા માટે બેન્ક કે ટેલિકોમ કંપનીઓ દબાણ કરશે તો તેમને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
1. આધાર કાર્ડ માટે દબાણ કરનાર કંપનીઓ કે બેન્કના કર્મચારીઓને 3થી 10 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. હવે કોઈ પણ વ્યક્તિ બેન્કમાં નવું ખાતુ ખોલાવવા કે નવું સીમ કાર્ડ લેવા માટે આધારકાર્ડ સિવાય પાસપોર્ટ, રેશનકાર્ડ કે અન્ય કોઈ માન્ય દસ્તાવેજનો ઉપયોગ કરી શકે છે. એટલે કે કોઈ પણ સંસ્થા તમને આધાર કાર્ડના યુઝ માટે દબાણ નહી કરી શકે.
2. સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધન કરીને આ નિયમને સામેલ કર્યો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટે આ સંશોધનને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
3. કાયદા મુજબ આધાર ઓથેન્ટિકેશન કરનારી કોઈ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર ઠરે છે તો તેને 50 લાખ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જોકે આ સંશોધનને હાલ સંસદની મંજૂરી મળવાની બાકી છે.
                                               🖊 અરૂણોદય ન્યૂઝ🖊

No comments:

Post a Comment

Total Pageviews