અમદાવાદ: 2003ના ચકચારી બીજલ જોષી બળાત્કાર કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે આરોપીઓએ પૂરતી સજા ભોગવી હોવાથી તેમને મુક્ત કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી જેની સામે આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એમ. ખંનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની ખંડપીઠે કેસનો નિકાલ કર્યો હતો.
31મી ડિસેમ્બર 2003ના રોજ બીજલ જોષી પર થયેલા સામૂહિક બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે આરોપીઓ આજીવન કેદ ફટકારી હતી. જે સામે થયેલી અપીલમાં હાઇકોર્ટે 2012માં ચુકાદો આપી આરોપીઓ દ્વારા કરાયેલો બળાત્કાર પાશવી હોવાનું અને તેમણે સ્ત્રીને માત્ર એક વસ્તુ સમજી તેના પર કરેલા અત્યાચારને ગંભીરતાથી લીધા હતા. આરોપીઓના આ કૃત્યને કારણે બીજલે આત્મહત્યા કરવી પડી હોવાનું ધ્યાને લઇ નીચલી અદાલતે આપેલી સજાને યોગ્ય લેખાવી હતી.
આ હુકમ સામે આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, જેમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ઘટના 2003ની છે. જે બાદ તેમણે પૂરતી સજા ભોગવી છે. તેઓ લાંબા સમયથી જેલમાં છે. એટલું જ નહીં આવું કૃત્ય તેમણે કર્યું નહીં હોવા અંગેની તેમની કેટલીક દલીલો નીચલી કોર્ટે ધ્યાને લીધી નહીં હોવાથી તેમને મુક્ત કરવા જોઇએ. જોકે જસ્ટિસ ખનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની ખંડપીઠે આરોપીઓની પિટિશન આંશિક સ્વીકાર કરી તેનો નિકાલ કરતા નોંધ્યું હતું કે, આરોપીઓએ પૂરતી સજા ભોગવી હોવાથી આ કેસમાં તેમને મુક્ત કરવામાં આવે છે. **અરૂણોદય ન્યૂઝ**





No comments:
Post a Comment