ગાંધીનગર, તા. 15. ડિસેમ્બર 2018 શનિવાર
હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાએ શનિવારે દેશમાં કિસાનોની આત્મહત્યા માટે નરેન્દ્ર મોદી સરાકરની ખોટી નીતિઓને જવાબદાર ગણાવી છે.
હાલમાં જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (IHP)નામનું નવું સગંઠન બનાવનાર તોગડિયાએ શનિવારે કિસાનોના સમર્થનમાં દેહગામથી ગાંધીનગર સુધી 20 કિલોમીટરની માર્ચમાં ભાગ લીધો હતો. IHPની એકમ રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ઘણા સ્થાનીય લોકો અને કિસાન સામેલ થયા હતા.
તોગડિયાએ કહ્યું કે સરકારે કિસાનોને દગો કર્યો છે અને તેમણે ત્રાસ આપ્યો છે. કિસાનોને દેવુના કારણે દબાવવામાં આવી રહ્યા છે અને સરકારની ખોટી નીતિઓના કારણે કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે. જો સરકાર કિસાન સમુદાયને સાથે ન્યાય ના કરી શકે તો તેને રાજીનામું આપી દેવુ જોઈએ.....





No comments:
Post a Comment