ઉતરાયણમાં ચાઇનીઝ, નાયલોન દોરીથી પતંગ ઉડાડવા તથા વેચવા પર પ્રતિબંધ
વાહન ચાલકો અને પક્ષીઓ ઘાયલ થતા હોય છે
પક્ષીઓ માળામાંથી આવતા-જતા હોવાથી સવારે ૬થી ૮ તેમજ સાંજે ૫થી ૭
વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવાનું ટાળવા અનુરોધ
*અમદાવાદ,તા. 17, ડિસેમ્બર, 2018 સોમવાર*
ઉતરાયણ તહેવાર દરમિયાન પાકા સિન્થેટીક ચાઇનીઝ મટીરીયલથી તૈયાર થતા હોવાથી પાકા દોરાથી પતંગ ઉડાડવાના કારણે વાહન ચાલકોને ગંભીર ઇજાઓ થતી હોય છે અને પક્ષીઓ પણ ઘાયલ થતા હોવાથી પોલીસ કમિશનરે આવા ચાઇનીઝ અને નાયલોન દોરાથી પતંગ ઉડાડવા તથા વેચવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. જો કે સળગતા ચાઇનીઝ તુક્કલ આકાશમાં ઉડયા બાદ આગના બનાવો બનતા હોવા છતાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી.
ઉતરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરી, સિન્થેટીક ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અન્ય કાચથી પીવડાવેલી હાનિકાર કારક દોરી પતંગ ઉડાડવાના કારણે રોડ પર વાહન ચાલકોને ગંભીર ઇજાઓ થતી હોય છે. તથા કેટલાક અકસ્માતથી મૃત્યુ પણ પામતા હોય છે, ઉપરાંત લોકોના ગળા પણ કપાતા હોય છે. એટલું જ નહી આવા નાઇલોન દોરાના કારણે પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે. પોલીસ કમિશનરે આવી દોરીના વેચાણ અને દોરીથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઉપરાંત સવારે ૬થી ૮ તથા સાંજે ૫થી ૭ વાગ્યા દરમિયાન પક્ષીઓને માળામાંથી બહાર તથા પરત આવવાનો સમય હોવાથી આ સમય દરમિયાન પતંગ ઉડાડાવાનું ટાળવા અનુંરાધ કરવામાં આવ્યો છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊
 



 


 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment