WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, December 9, 2018

સડકો ખરાબ નીકળે તો કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીઃ નીતિન ગડકરી*

*સડકો ખરાબ નીકળે તો કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીઃ નીતિન ગડકરી*
નવી દિલ્હી તા. ૮ઃ કેન્દ્રિય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સડકો ખરાબ નીકળશે તો કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થશે. આ પહેલા સડક પરના ખાડાઓના કારણે સુપ્રિમ કોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી.
કેન્દ્રિય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સડકની ગુણવત્તા સાથે કોઈ સમજુતિ થશે નહીં. જો સડકો ખરાબ નીકળશે તો તેના કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરાશે. એક પુસ્તકના વિમોચન સમારોહમાં બોલતા ગડકરીએ આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે, મારા મંત્રાલયે પાછલા સાડાચાર વર્ષમાં ૧૦,૦૦૦ અબજ રૃપિયાના સડક નિર્માણના કોન્ટ્રાક્ટ આપ્યા છે. હવે કોઈપણ કોન્ટ્રાક્ટરને દિલ્હી આવવા માટે મજબૂર કરવામાં નહીં આવે.
તેમણે ઉમેર્યું કે, જો અમારી સરકાર આવશે તો સડક નિર્માણનો રેશિયા બે કિલોમીટર પ્રતિદિવસ હતો તે વધારીને ર૮ કિલોમીટર કરવામાં આવશે. તેને માર્ચ ર૦૧૯ સુધી વધારીને ૪૦ કિલોમીટર પ્રતિદિવસ કરવાનો લક્ષ્યાંક છે. ગડકરીએ કહ્યું કે દેશભરમાં ૧ર નવા એક્સપ્રેસ-વે ઉપર કામ ચાલી રહ્યું છે.
ગડકરીનું આ નિવેદન સડક ગુણવત્તા પર સુપ્રિમ કોર્ટની ચિંતા પછી આવ્યું છે. કોર્ટે તંત્રની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં દેશમાં અંદાજે ૧પ,૦૦૦ મોત સડકો પર ખાડા પડવાને કારણે થાય છે. સડક પર ખાડાથી લોકોના મોત થાય તે વાત કદાપી સ્વીકાર્ય નથી

No comments:

Post a Comment

Total Pageviews