*પરિપત્ર/ જો કોઈપણ શાળાનો કર્મચારી ટ્યુશન કરતા પકડાશે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે*
*અમદાવાદઃ* ગુજરાતની તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના ટ્યુશન પર પ્રતિબંધ લાદતા વધુ એક પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે શાળા દ્વારા દરમાસે જે પગાર ડેટા રજૂ કરવામાં આવે છે તેની સાથે શાળાના કોઈપણ કર્મચારી ખાનગી ટ્યુશન કરતા નથી તેવું શાળાના લેટરપેડ પર પ્રમાણપત્ર અચુક રજૂ કરવાનું રહેશે. કોઈપણ શાળાનો શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કર્મચારી ટ્યુશન કરતા પકડાશે તો શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2002ના રોજ ટ્યુશન પ્રથા પર પ્રતિબંધનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.
શૈક્ષણિક પ્રવાસ માટે નીચેની શરતોનું બિનચૂક પાલન કરવાનું રહેશે
1.પ્રવાસમાં જનાર બાળકોની યાદીમાં કુમાર,કન્યા અને કુલ સંખ્યા રજૂ કરવી.
2. પ્રવાસમાં જનાર શિક્ષકોના નામ રજૂ કરવા
3. પ્રવાસમાં ન જોડાનાર બાળકો અને શિક્ષકો ના નામ રજૂ કરવા
4. સરકારી ટ્રાન્સપોર્ટેશન ને પ્રાથમિકતા આપવાની રહેશે
5. ટ્રાન્સપોર્ટેશન માટે આરટીઓ માન્ય સલામત મુસાફરીનો જ ઉપયોગ કરવો, આરટીઓની સીટિંગ કેપેસિટી માન્યતાઓ પર એક પણ પેસેન્જર વધારે લઈ જઈ શકાશે નહીં
6. જે વાહનોમાં પ્રવાસ કરવાનો છે તે વાહનો માં કેટલા બાળકો પ્રવાસ કરી શકે છે તે અંગે આરટીઓ દ્વારા અપાયેલ લેખિત આધાર જોઈ રહેશે. તેનાથી વધુ બાળકો બેસાડવામાં આવશે તો તે શાળાના પ્રવાસમાં જોડાનાર તમામ શિક્ષકો ની અંગત જવાબદારી રહેશે
7. શૈક્ષણિક પ્રવાસની મંજૂરી નું આવેદન પત્ર રજૂ કરી મેળવવી
8. રાત્રી સમયે કોઈપણ સંજોગોમાં પ્રવાસ કે મુસાફરી કરી શકાશે નહીં
9. ભય જનક - જોખમી સ્થળોએ કોઇ પણ સંજોગોમાં જઈ શકાશે નહીં
10. પ્રવાસના સૈનિક હેતુ સંભવિત સ્થળોની પસંદગી સમયપત્રક અંદાજિત સમયગાળો વગેરે નક્કી કરવા માટે એક સમિતિ બનાવવી
11. નિયત નમૂનામાં તમામ વિદ્યાર્થીઓના વાલી સંમતિપત્રક મેળવી લેવા
12. અન્ય માટે મહિલા શિક્ષકને માર્ગદર્શક શિક્ષક તરીકે પ્રવાસમાં ફરજિયાત સાથે રાખવા
13. દર 20 વિદ્યાર્થી એક માર્ગદર્શક પ્રવાસમાં જવું પ્રસાદીમાં બાળકોના નામ શિક્ષકોના નામ રજુ કરેલ હશે અને મંજૂરી મેળવી હશે તે સિવાય નાના બાળકો કે શિક્ષકોને માટે લઈ જવા નહીં આ માટે શાળાની જવાબદારી છે
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊





No comments:
Post a Comment