WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, December 29, 2018

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશી આતંકવાદી ની કરી ધરપકડ


*અમદાવાદમાં બાંગ્લાદેશી આતંકી ઝડપાયો, જમાઈ સહિત ચારની હત્યાનો આરોપી*

ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશના આતંકી સંગઠન અન્સારૂલલા બાંગલા ટીમ સાથે સંકળાયેલા આતંકવાદી અજોમ શેખ નામના આતંકીની ધરપકડ કરી

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશના આતંકી સંગઠન અન્સારૂલલા બાંગલા ટીમ સાથે સંકળાયેલા આતંકવાદી અજોમ શેખ નામના આતંકીની ધરપકડ કરી છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અજોમ શેખ (રહે. જૈન કોઠી મંદિર પાસે, ભરૂચ)ને ઝડપી લીધો હતો. ત્યાર બાદ આજે પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, તેણે જમાઈ સહિત ચાર લોકોની હત્યાઓ કરવા અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાથી જગ્યા બદલતો રહેતો હતો.

વિરમગામમાં ઓળખના નકલી પુરાવા બનાવ્યા

1.આરોપીએ વિરમગામના અખ્તર નામના એજન્ટ પાસે નકલી આધારકાર્ડ,પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવ્યું હતું. અમદાવાદમાં ચંડોળા, જમાલપુર ઉપરાંત, વિરમગામ, જામનગર, કરજણ, ભરૂચ અને આમોદમાં રહેતો હતો.
આ ઉપરાંત ક્રાઈમબ્રાન્ચ આરોપી દ્વારા ગુજરાતમાં અન્સારૂલલા બાંગલા ટીમ વતી કોઈ આતંકી પ્રવૃત્તિ કરેલી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે.

4 લાશને પોતાના ઘરના કમ્પાઉન્ડમાં જ દાટી, બે મળી

2.અજોમ શેખે તેના જમાઈ રહીમ અબ્દુલ ગાજી અને બાંગ્લાદેશના કમરકુલાના રહેવાસી બોલાઈ, મુસ્તુફા ગાજી અને ઇમરાન અર્શદ નામના વ્યક્તિની હત્યા કરી હતી. તેણે ચારેયની લાશને પોતાના ઘરના કમ્પાઉન્ડમાં જ દાટી દીધી હતી. બાંગ્લાદેશ પોલીસે ચારમાંથી બે વ્યક્તિની લાશને બહાર કાઢી છે.

🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊

No comments:

Post a Comment

Total Pageviews