WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, December 13, 2018

*આર્થિક કૌભાંડઃ આદર્શ ક્રેડિટ સોસા.ફડચામાં, સેંકડો નાની ક્રેડિટ સોસાયટીઓનો પણ મૃત્યુઘંટ વાગશે

*આર્થિક કૌભાંડઃ આદર્શ ક્રેડિટ સોસા.ફડચામાં, સેંકડો નાની ક્રેડિટ સોસાયટીઓનો પણ મૃત્યુઘંટ વાગશે*

રૂા. 25 લાખથી વધુની થાપણ મૂકનારાઓની સંખ્યા માત્ર 125 અને કુલ થાપણો રૂા. 376.47 કરોડની

આદર્શ ક્રેડિટ સોસાયટીના સંચાલક મુકેશ મોદીએ બે ભાઈઓ, પત્ની, પુત્રી, જમાઈ અને ત્રણ ભત્રીજાને લાભ કરાવ્યો
 *અમદાવાદઃ* 8400 કરોડના આદર્શ ક્રેડિટ સોસાયટી કૌભાંડને કારણે નાના રોકાણકારો અને 500થી વધુ નાની ક્રેડિટ સોસાયટી ફડચામાં જશે. અમદાવાદસહિત દેશના અનેક શહેરોમાં આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા લોકો પાસે જુદી જુદી સ્કીમ હેઠળ કરોડો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું છે. આ રોકાણના પૈસા કૌભાંડી મુકેશ મોદી અને અન્ય લોકોએ તેમના સગા અને મળતીયાઓને આપેલા ધિરાણોને કારણે લાખો લોકોના કરોડો રૂપિયા ફસાયા છે.

 *1 કરોડથી વધુની થાપણ મૂકનારા માત્ર નવ જ વ્યક્તિઓ*
આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં માં રૂા.1 કરોડથી વધુની થાપણ મૂકનારા માત્ર નવ જ વ્યક્તિઓ છે. જ્યારે તેમની કુલ થાપણો રૂા.330.09 કરોડની છે. તેમજ રૂા. 25 લાખથી વધુની થાપણ મૂકનારાઓની સંખ્યા માત્ર 125 છે. આમ તેમની કુલ થાપણો રૂા. 376.47 કરોડની છે. જેને ધ્યાનમાં લેતાં સોસાયટી સાથે સંકળાયેલા નાના થાપણદારોની થાપણો સામે મોટું જોખમ ઉભું થયું છે.
 *ફરિયાદ કરવા સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરો*
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે આ કૌભાંડ અંગે તપાસ શરૂ કરી છે અને જે રોકાણકારોના પૈસા પાકતી મુદતે નથી મળ્યા તેમને છેતરપીંડી બાબતે ફરિયાદ કરવા સીઆઈડી ક્રાઈમ ઓફિસ, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતેની ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
મુકેશ મોદીએ સગા-સંબધીઓના નામે લોન લઈ ઉચાપત કરી
ઉલ્લેખનીય છે કે, આદર્શ ક્રેડિટ સોસાયટીના સંચાલક મુકેશ મોદીએ તેમના ભાઈ વીરેન્દ્ર મોદી, ભરત મોદી, પત્ની મીનાક્ષી મોદી, પુત્રી પ્રિયંકા મોદી, જમાઈ વૈભવ લોઢા, ભત્રીજા રાહુલ મોદી, સમીર મોદી, રોહિત મોદી, તેમજ અન્ય સગાંઓના નામે લોન લઈ નાણાંની ઉચાપત કરી હતી.

                🖊 *અરૂણોદય ન્યૂઝ* 🖊

No comments:

Post a Comment

Total Pageviews