WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, December 13, 2018

OMG: ત્રણ રાજ્યોની ચૂંટણીમાં NOTAએ પલટાવી સરકાર,

*OMG: ત્રણ રાજ્યોની ચૂંટણીમાં NOTAએ પલટાવી સરકાર, ચાર પ્રધાનો આવ્યા ચપેટમાં*


રાજસ્થાન અને છત્તીસગઢની 18 બેઠકો એવી રહી કે જેના પર વિજયી અને પરાજીત ઉમેદવારોને મળેલા મત વચ્ચે રહેલા તફાવત કરતાં નોટા મતોની સંખ્યા વધી જતી હતી. તેમાં રાજસ્થાનની 11 અને છત્તીસગઢની 8 બેઠકોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાં પણ 11 બેઠકો પર નોટા મતને કારણે કોંગ્રેસને ફાયદો થયો છે. છત્તીસગઢની દંતેવાડા બેઠક પર 9929 નોટા મત તો રાજસ્થાનની બેંગૂ બેઠક પર 3165 નોટા મત પડયા હતા. જોકે રાજસ્થાનમાં ગત ચૂંટણીને મુકાબલે આ વખતે નોટા મતોની સંખ્યા ઓછી છે. રાજસ્થાનમાં ગત ચૂંટણીમાં 5,89,923 મતદારોએ નોટા બટન દબાવ્યું હતું પરંતુ આ વખતની ચૂંટણીમાં 4,67,785 મતદારોએ નોટા બટન દબાવ્યું છે.
રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં ખાસ અંતર નથી. પરંતુ નોટા મત 1.3 ટકા પડયા છે. નોટા મત સરકાર સામે નારાજગી જાહેર કરે છે. રાજ્યમાં ભાજપને 38.8 ટકા મત મળ્યા છે તો કોંગ્રેસને માત્ર 0.5 ટકા વધુ એવા 39.3 ટકા મતો મળ્યા છે. કોંગ્રેસને ભાજપ કરતાં માત્ર 1,70,000 મત વધુ મળ્યા છે. રાજ્યમાં બંને રાજકીય પક્ષો વચ્ચેના મત તફાવત કરતાં નોટા મતોની સંખ્યા(4,67,785 ) વધી જાય છે. વસુંધરા સરકારને હચમચાવવામાં આ નોટા મતોની મોટી ભૂમિકા રહી. રાજ્યમાં અપક્ષ ઉમેદવારો 9.5 ટકા મતો ખેંચી ગયા છે. તો નાના રાજકીય પક્ષોએ પણ કેટલાક મતો પર કબજો કરતાં ભાજપ અને કોંગ્રેસ એમ બંનેની મત ટકાવારી પ્રભાવિત થઈ છે.

મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસથી નહીં પણ ભાજપ નોટા મતોને કારણે હારી ગઈ. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ભાજપ સામે માત્ર પાંચ વિધાનસભા બેઠકોની સરસાઈથી ચૂંટણી જીતી છે. ભાજપને 109 તો કોંગ્રેસને 114 બેઠક મળી છે. 11 જેટલી બેઠક એવી છે કે જેના પર કોંગ્રેસના વિજેતા અને ભાજપના પરાજીત ઉમેદવાર વચ્ચેનો મત તફાવત 1000 મત કરતાં પણ નીચો રહ્યો છે. આવી બેઠકોમાં દમોહ, ગુન્નોર, રાજપુર, રાજનગર, નેપાનગર,સુવાસરા, માંધાતા,જોબટ , બ્યાવરા, જબલપર (ઉત્તર) અને ગ્વાલિયર (દક્ષિણ) બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર મતોના જેટલા અંતરથી હાર્યા તેના કરતાં નાટો મતની સંખ્યા વધુ છે.
 *મધ્યપ્રદેશ: ચાર પ્રધાનોને નોટાએ હરાવ્યા*
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપને મળેલી મત ટકાવરી વચ્ચે માત્ર 1 ટકાનું જ અંતર છે. પરંતુ રાજ્યમાં 1.4 ટકા મતદારો અર્થાત 5,40,000 મતદારોએ નોટા બટન દબાવ્યું હતું. નોટા મતોને કારણે મધ્યપ્રદેશના ચાર પ્રધાનોનો પોતાની બેઠક પર પરાજય થયો હતો.

                         🖊🖋 અરૂણોદય ન્યૂઝ 🖊🖋

No comments:

Post a Comment

Total Pageviews