*બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર બનવું જોઇએ નહી: શિવપાલ યાદવ*
*નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2018, રવિવાર*
સમાજવાદી પાર્ટીને અલવીદા કહી પોતાની નવી પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી(લોહિયા) બનાવનારા શિવપાલ યાદવે લખનૌમાં જનાક્રોશ રેલી દ્વારા શક્તિપ્રદર્શન કર્યું.
આ દરમિયાન શિવપાલે રામમંદિરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર બાબરી મસ્જિદના સ્થાને મંદિર બનવું જોઇએ નહી. રામમંદિર બનાવવું હોય તો સરયૂના કિનારે બનાવો પરંતુ બાબરી મસ્જિદના સ્થાન પર મંદિર બનવું જોઇએ નહી. ફરી એકવાર સાંપ્રદાયિક શક્તિઓ માથું ઊંચકી રહી છે, મને લાગે છે કે મને ફરી સંઘર્ષ કરવો પડશે.
રમાબાઇ મેદાનમાં પાર્ટી તરફથી આયોજીત આ જનઆક્રોશ રેલીમાં શિવપાલ યાદવની સાથે મુલાયમસિંહ યાદવ પણ જોવા મળ્યા હતા.
🖊🖋 *અરૂણોદય ન્યૂઝ* 🖊🖋

No comments:
Post a Comment